પતરાના આ ડબ્બાઓ જયારે પોલીસે એક બાદ એક ખોલ્યા તો આંખો જોતી જ રહી ગઈ 

પોલીસ સહીત કોઈને શંકા ના જાય તે માટે હતો પ્લાન પણ ફરી વળ્યું પાણી

પતરાના આ ડબ્બાઓ જયારે પોલીસે એક બાદ એક ખોલ્યા તો આંખો જોતી જ રહી ગઈ 

Mysamachar.in-આણંદ:

ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધી છે. પરંતુ દારૂબંધી માત્રા કાગળ પર જ હોવાનો પુરાવો આપતા બનાવો દરરોજ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. એવામાં આણંદ એલસીબીએ નવી જ મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે,  આ સાથે જ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે કુલ 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

એલસીબી સ્ટાફ આણંદ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને હકિકત મળેલ કે, તારાપુર દેવજી ફળીયામાં રહેતો ભરતભાઇ ફુલાભાઇ પરમાર તથા તેના માણસો ઇગ્લીશ દારૂનો ધંધો કરે છે અને અવાર-નવાર ગુજરાત બહારથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મંગાવે છે. જેને આજરોજ બહારથી દારૂનો જથ્થો મંગાવેલ છે, જે દારૂનો જથ્થો એક ટાટા ટેમ્પો નંબરઃ DLILW5280 માં પતરાના ડબ્બાઓમાં ભરીને વાસદ થઇ તારાપુર તરફ હાઇવે રોડ ઉપર જનાર હોવાની મળેલ ચોકક્સ માહિતી આધારે બોરસદ-આણંદ ચોકડીથી વાસદથી તારાપુર જતા બોચાસણ ગામ પાસે નવા બનેલ ટોલ નાકા નજીક વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળો આઇશર ટેમ્પો આવતા રોકી લઇ બે માણસોની પકડી આઇશર ટેમ્પાની પાછળના ભાગે ચેક કરતા પતરના ડબ્બા ભરેલ હતા જેમાંથી એક ડબ્બો ખોલી ચેક કરતા અંદર ભારતીય બનાવટનો  વિદેશી દારૂની બોટલો ભરેલી મળી આવ્યો હતો

પોલીસે આ દારૂના જત્થા સાથે  દેવીશંકર ઉમેદસિંગ મેઘવાલ રહે.ઢાણા,રાજગઢ નોર હાઇવેઉપર તા.સૌમુખ જી.ચુરુ રાજસ્થાન, રાજેશ બલવીર મેઘવાલ રહે.લીલાવઠી, સરકારી શાળા પાસે તા.રાજગઢ જી.ચુરુ રાજસ્થાન, ભરતભાઇ ફુલાભાઇ પરમાર રહે.તારાપુર, દેવજી ફળીયુ જયારે વિક્રમભાઇ રહે.કરનાલ, હરીયાણા પકડવાનો બાકી છે, પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો અલગ અલગ બ્રાંડની બોટલો કુલ નંગ-1379  કુલકિ.રૂ.8,10,800 તથા ટાટા ટાટા ટેમ્પો મોબાઇલ-2, રોકડા રૂપિયા તથા પતરાના ડબા કુલ નગ-240 વિગેરે મળી કુલ કિ.રૂ.10,71,700 દરેક પતરાના ડબ્બામાં છુટી દારૂ ભરેલ બોટલો મુકે ડબ્બાને પેક કરી ટેમ્પામાં તાડપત્રી માર્યા સીવાય કોઇને પણ વેહમ જાય નહીં તે રીતે દરેક પતરાના ડબ્બા ઉપર સ્ટાર પ્લસ ગ્રીસનુ લેબલ લગાવી હેરાફેરી કરતા હોવાનું સામે અવાયું છે.