જયારે કારમાં અહીંથી નીકળ્યો દારૂ પોલીસ પણ એક તબક્કે વિચારતી રહી ગઈ..

લાખેણી કારમાં આવું બોલો...

જયારે કારમાં અહીંથી નીકળ્યો દારૂ પોલીસ પણ એક તબક્કે વિચારતી રહી ગઈ..

My samachar.in:-રાજકોટ

રાજકોટ જુનાગઢ હાઇવે ઉપર વીરપુર પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશથી કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઇને આવેલા બે શખ્સોને પડકી લઇ 57 બોટલ દારૂ અને 48 ટીન બીયર સહીત કુલ.રૂ. 2,07,250નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી દારૂ મંગાવનાર બે શખ્સોની શોધખોળ શરુ કરી છે.વીરપુર નજીક ટોલ નાકા પાસે એલસીબીએ વોચ ગોઠવી જી.જે.-06-ડી.જી.-7744 નંબરની સ્કોડા ફેબીયા ગાડીના બોનેટ અને નંબર પ્લેટના ભાગે ચોર ખાનામાં છુપાવેલ રૂ.48,450ની કિમતની 57 બોટલ દારૂ અને રૂ.4800ની કિમતના 48 ટીન બીયર સહિત રૂ. 2.07 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરાજી રહેવાસી અને હાલ મોરબી રહેતા હીતેષભાઇ ટીલાળા, જેતપુરના પેઢલાના જયદિપભાઇ જેઠવાની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જથ્થો મંગાવનાર જેતપુરના મોટાગુંદાળાના નવનીત ઉર્ફે લાલો અને દારૂ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ડુંગરાવાડીના કમલેશની શોધખોળ શરુ કરી છે.