બેન્કના પટ્ટાવાળાની નોકરી ગઈ તો વર્ધી પહેરીને પ્રેમીઓને કરતો હતો ટાર્ગેટ

આ રીતે ફૂટી ગયો ભાંડો

બેન્કના પટ્ટાવાળાની નોકરી ગઈ તો વર્ધી પહેરીને પ્રેમીઓને કરતો હતો ટાર્ગેટ

Mysamachar.in:નવસારી

નવસારી જીલ્લામા પોતે પોલીસ ના હોવા છતાં પ્રેમી પંખીડાઓને ટાર્ગેટ કરી તોડબાજી કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડતા ભાંડો ફૂટી જવા પામ્યો છે, નવસારીમાં રહેતો એક યુવક વેલેન્ટાઇન ડેના રોજ પોતાની પ્રેમિકાને લઈને દાંડી બીચ પર ફરવા ગયો હતો. કપલ પોતાની મોજમાં હતું અને પ્રેમભરી વાતો કરતું ત્યારે ત્યાં એક ખાખી વરદી ધારી પોલીસ આવી...અને કાયદાનો ડર બતાવવાનું ચાલુ કર્યું.. કપલે પહેલાં તો માફી, લાચારી જેવું બધુ કર્યું પણ સાહેબ માનવા તૈયાર ન થયા...અને જો આ કપલ સાહેબને આઠ હજાર આપે તો સાહેબ પોલીસ મથકે નહીં લઇ જાય એવી વાત નક્કી થઇ, પરંતું સ્ટોરીમાં વળાંક એવો આવ્યો કે કપલ જોડે આંઠ નહીં પણ પાંચ હજાર રુપિયા જ હતા. જેથી પાંચ આપ્યા અને બાકીના પછી આપવાની વાત થઇ અને તે દિવસ પુરતો મામલો પૂર્ણ થયો.

જે બાદ થોડા દિવસો બાદ નકલી પોલીસ બનેલ શખ્સે બાકીના ત્રણ હજાર આપી જાઓ એવી વાત કરી અને પૈસા આપવાનું સ્થળ નક્કી થયું. પરંતુ યુવકને શંકા લાગી કે આ સાહેબ અસલી નહીં પણ નકલી પોલીસ છે. એનું સાચુ નામ બ્રિજભૂષણ રાય છે. જે બાદ સમગ્ર મામલે જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ નકલી પોલીસ એવા બ્રિજભૂષણ રાયને ઝડપી પાડી કડક પુછપરછ હાથ ધરતા બ્રિજભૂષણરાયે કહ્યું કે હું એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો, નોકરી છુટી જતાં મે વરદી ખરીદીને આ ખેલ શરુ કરેલો, હું પ્રેમીઓને ટાર્ગેટ કરતો હતો. બ્રિજભૂષણ રાયે આવા કેટલા પ્રેમીઓ પાસેથી પોલીસ બનીને પૈસા પડાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે.