જ્યારે બનેવીની સાળી પર બગડી નજર...

જાણો ક્યાનો છે ચોંકાવનારો કિસ્સો

જ્યારે બનેવીની સાળી પર બગડી નજર...

Mysamachar.in-અમરેલી:

બહારના રાજ્યમાંથી ગુજરાતમાં મજૂરી કામ કરવા માટે આવેલ પરિવારની સગીરા ઉપર બનેવીએ નજર બગાડીને દુષ્કર્મ આચર્યા બાદ આ સગીરાને ગર્ભ રહી જતા બનેવીના કરતૂતો સામે આવતા અંતે મધ્યપ્રદેશમાં સગીરાએ ફરિયાદ કર્યા બાદ ગુજરાતમાં અમરેલી જિલ્લામાં બનાવ બન્યો હોય ફરિયાદ ટ્રાન્સફર કરીને નરાધમ બનેવીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે,

અમરેલી તાલુકાના નાના આંકડિયા ગામે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની એક 17 વર્ષીય કિશોરી પોતાના બહેન-બનેવી સાથે ખેત મજૂરીના કામ માટે આવી હતી. અને એક ખેડૂતને ત્યાં આ પરિવાર રોકાયો હતો. આ દરમિયાન સગીરાના બનેવીએ તેની એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યા બાદ સમય વીતી જતા સગીરા ગર્ભવતી બની હતી અને તેણે પોતાની બહેનને આ બનાવ અંગે વાત કરતા આ બનાવ સામે આવ્યો હતો,

જ્યારે સગીરાની બહેને પતિને તેના આવા કૃત્ય સામે ઠપકો આપતા પતિએ કોઈને વાત કરવાની ના પાડી મારી નાખવાની ધમકી આપી હતી.અને પતિ પત્ની વચ્ચે માથાકૂટ થયા બાદ આ સગીરા ચાર માસના ગર્ભ સાથે જ વતનમાં ચાલી ગઈ હતી, ત્યાં સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ત્યાંથી ગુનો નોંધી અમરેલી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.