Mysamachar.in-ગુજરાત
વોટ્સએપએ દરેક લોકો માટે પ્રિય મેસેજિંગ એપ બની ચૂક્યું છે. વોટ્સએપ એપ્લિકેશન એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે નાના-મોટા દરેક વ્યક્તિ કે જેની પાસે સ્માર્ટફોન હોય તેમાં આ એપ્લિકેશન યુઝ ન થતી હોય એવું ન બને. કંપની પણ તેના યુઝર્સ માટે વખતોવખત તેમાં નવા ફેરફારો અને ફીચર્સ સુવિધા માટે ઉમેરતી રહે છે. વોટ્સએપમાં ફરી એક નવા ફીચરનો ઉમેરો થઈ રહ્યો છે. આ ફીચર લોકોની પ્રાઈવસીને વધારી દેશે. એક માહિતી મુજબ વ્હોટ્સએપમાં એવું એક ફીચર આવશે જેનાથી ચેટનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. જેનાથી વ્હોટ્સએપમાંથી કરેલાં મેસેજોની પ્રાઈવસી જળવાવામાં મદદરૂપ થશે.
વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. નવું ફિચર યુઝર્સને ચેટનો સ્ક્રીનશોટ લેવાની પરવાનગી ન આપવાનો ઓપ્શન આપશે. જે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક સારી એવી પ્રમાણિત સુવિધાની સાથે આવશે અને તેમાં આંગળીઓના નિશાનનો ઉપયોગ કરાશે. આ રીતે વ્હોટ્સએપમાંથી યૂઝરની કોઈપણ પ્રકારની ચેટ હવે આ એપ્લીકેશન આવવાથી લીક નહીં થઈ શકે. વ્હોટ્સએપમાં ચેટનો સ્ક્રીનશોટ લઈ અને બીજાને શેર કરવું ઘણું સહેલું છે. એટલે આ ફીચર વ્યક્તિગત ગોપનીયતાને ધ્યાનમાં રાખી લાવવામાં આવી રહ્યું છે. વ્હોટ્સએપનું આ નવું ફીચર બિનસહમતી વાળા સંદેશાઓને ફેલાવવાથી સંપૂર્ણ રીતે તો નહિં રોકી શકે, પરંતુ આ ફીચર એક અવરોધક તરીકે જરૂર કામ આવશે.