નદીમાંથી મળી આવેલ કારમાંથી શું નીકળશે રહસ્ય?

ક્યાં પાસીંગની છે કાર જાણો..

નદીમાંથી મળી આવેલ કારમાંથી શું નીકળશે રહસ્ય?

Mysamachar.in-જામનગર:

જામનગર રંગમતી નાગમતી નદીના બેઠા પુલ નજીક ઊંડા પાણીમાં ગરક થયેલ કાર હોવાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રીગેડની ટીમ પોલીસને સાથે રાખીને રેસ્ક્યુ માટે ઘટના સ્થળે દોડી ગઇ હતી,

આજે સવારે જામનગરના રંગમતી-નાગમતી નદીના બેઠા પુલ નજીક વ્હોરાના હજીરા પાસેથી નદીના પાણીમાં ડૂબેલ અમદાવાદ પાસીંગની ડસ્ટર કાર GJ 01 RD 2658 પાણીમાં ગરક થયેલ હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર જઈ પોલીસને સાથે રાખી ક્રેઇનની મદદથી આ કારને પાણીમાંથી બહાર કાઢી હતી,

કાર તો પાણીમાંથી બહાર નીકળી ગઈ પણ પાણીમાં પહોંચી કેવી રીતે તે સવાલનો જવાબ શોધવા પોલીસ પણ હાલ મથામણ કરી રહી છે,કાર અકસ્માતે પાણીમાં પડી કે પછી અન્ય કોઈ કારણોસર? અને કારમાં કોઈ વ્યક્તિ સવાર હતા કે કેમ તેના માટે સતત કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા છતાં કોઈ મળી આવ્યું ન હતું.દરમ્યાન આ કારને બહાર કાઢીને પોલીસે પોતાના કબજામાં લઈને હાલ હેડક્વાર્ટર ખાતે રાખવામા આવી છે,

ત્યારે પોલીસ દ્વારા અમદાવાદ પાસીંગના આધારે કાર માલીકનો પતો મેળવવા માટે આર.ટી.ઑ.ની મદદ લઈને આ શંકાસ્પદ લાગતા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.