રાજ્યના ખેડૂતોને શું થશે ફાયદો,ના.મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત

2.5કરોડ ખેડૂતોને મળશે લાભ

રાજ્યના ખેડૂતોને  શું થશે  ફાયદો,ના.મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત

mysamachar.in-ગાંધીનગર:

ખાતેદાર ખેડૂતને હવે અકસ્માતમાં ઇજા થયે 1 લાખની સહાય મળશે અને મૃત્યુના કિસ્સામાં 2 લાખની સહાયમાં વધારો કરવાની ખેડૂતલક્ષી નવી વીમા પોલીસીની આજે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ગાંધીનગર ખાતે જાહેરાત કરી છે,

ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલએ જણાવ્યુ હતું કે,ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ અગાઉ અકસ્માત સહાયમાં ૫૦ હજાર અને મૃત્યુ સહાયના ૧ લાખ સહાય મળતી હતી તે સહાયમાં વધારો કરીને હવે ખેડૂતોના અકસ્માતના કિસ્સામાં ૧ લાખ અને અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં ૨ લાખની સહાય આપવામાં આવશે,

રાજયમાં ખેડૂતો અંગે નવી વીમા પોલીસી જાહેર થવાથી આ યોજના હેઠળ ૨.૫ કરોડ ખેડૂત લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે અને ખેડૂત વીમા પોલીસીનું ૮૦ કરોડ જેટલું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરશે તેવું નિતિન પટેલએ જણાવ્યુ હતું,

નિતિન પટેલએ આ યોજના હેઠળ સ્પષ્ટતા પણ કરી કે,આ યોજનાનો લાભ મેળવનાર ખાતેદાર ખેડૂત હોવો જોઈએ અને અકસ્માત કિસ્સામાં પી.એમ.કરાવવું ફરજીયાત રહેશે.