મંત્રી મંડળની શપથ પૂર્વે કોંગ્રેસના હાર્દિક પટેલએ શું આપ્યું નિવેદન

નીતિન પટેલને લઈને કહી આ વાત

મંત્રી મંડળની શપથ પૂર્વે કોંગ્રેસના હાર્દિક પટેલએ શું આપ્યું નિવેદન
file image

Mysamachar.in-જામનગર

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે જામનગરમાં હતા, તેવોએ કલેકટર કચેરી ખાતે રજૂઆત બાદ મીડિયા સાથેની  વાતચીતમાં આજે નવા મંત્રીમંડળની શપથ વિધિને લઈને એક નિવેદન આપતા કહ્યું કે ભાજપ જે રીતે ગુજરાતમાં કામ કરી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે ભાજપ પાસે નેતાઓ નથી વધ્યા જે રીતે નો રીપીટ થીયરીના નામે મંત્રીઓના પતા કાપ્યા છે પણ ગુજરાતની જનતાએ ભાજપ માટે નો રીપોટ થીયરીનુંનું નક્કી કર્યું છે વધુમાં તેવોએ પૂર્વ મંત્રીઓના વખાણ કરતા કહ્યું કે સારા મજબુત મંત્રીઓ હતા તેને કાપીને નવા મંત્રીઓ લાવીને લોકોને ગુમરાહ કરવાનું કામ ભાજપ કરી રહ્યું છેઅને કહ્યું કે જો નીતિન પટેલ સહિતના જુના મંત્રીઓ જે તમામ સાથે મળીને ભાજપ છોડીને વિપક્ષ નો સાથ આપવા માંગતા હોય તો અમારા દરવાજા ખુલ્લા છે.