જામનગર જીલ્લાની કઈ ચુંટણીમાં શું આવ્યું પરિણામ..કોની સતા..

અહી સમગ્ર જીલ્લાની તમામ વિગત છે ક્લિક કરો

જામનગર જીલ્લાની કઈ ચુંટણીમાં શું આવ્યું પરિણામ..કોની સતા..

Mysamachar.in-જામનગર

ગત સપ્તાહે રાજ્યની છ મહાનગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા બાદ વધુ એક વખત ગ્રામીણ વિસ્તારોની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં પણ આવું જ થયું છે, જ્યાં કોંગ્રેસ અમુક સીટો પર માંડ આવી છે, બાકી બધે ભાજપ જ ભાજપ છવાઈ જવા પામ્યું છે, આજે જે મતગણતરી આજે યોજાય હતી. જેમાં જામનગર જિલ્લા પંચાયત જે ગત વખતે કોંગ્રેસના કબજામાં હતી તે ભાજપે આંચકી લીધી છે, જામનગર જિલ્લા પંચાયતની 24માંથી 18 બેઠકો ભાજપના ફાળે ગઇ છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામો

-જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો છે, તેમાંથી ભાજપને ફાળે 18 જયારે કોંગ્રેસને ફાળે 5 અને એક બેઠક અન્યને ફાળે રહી છે. (ભાજપની સતા)

-જામનગર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો છે. જેમાંથી ભાજપને ફાળે 17, કોંગ્રેસને ફાળે 8 જયારે અન્યને ફાળે 1 રહી છે. (ભાજપની સતા)

-કાલાવડ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે, તેમાંથી ભાજપને ફાળે 8, તો કોંગ્રેસને 7, આપ પાર્ટીને 2 જયારે અપક્ષને 1 બેઠક મળી છે. (હાલ ભાજપની બહુમતી કહી શકાય)

-ધ્રોલ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે જેમાંથી ભાજપને 13, તો કોંગ્રેસને માત્ર 3 બેઠકો જ મળી છે. (ભાજપની સતા)

-જોડિયા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો છે તેમાં ભાજપને 13 કોંગ્રેસને 3 બેઠકો મળી છે. (ભાજપની સતા)

-જામજોધપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે જેમાંથી ભાજપને 7 જયારે કોંગ્રેસને 9 તો બસપાને 2 બેઠક મળી છે. (કોંગ્રેસની સતા)

-લાલપુર તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો સામે ભાજપને 12 કોંગ્રેસને 3 અને અન્યને 3 બેઠકો મળી છે. (ભાજપની સતા)

-સિક્કા નગરપાલિકાની કુલ 28 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસને 14, ભાજપને 12 જયારે એનસીપીને 2 બેઠક મળી છે. (કોંગ્રેસની સતા)

-જામનગરમાં ઝળહળતી જીત મેળવવા નેતાઓ અને કાર્યકરોની મહેનત રંગ લાવી...

જામનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં જીત મેળવવા અને કોંગ્રેસને કાંગરા ખેરવવા માટે જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાની ટીમના સભ્યો મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મનોજભાઈ જાની, પ્રવીણસિંહ જાડેજા ઉપરાંત સાંસદ પુનમબેન માડમ, મંત્રીઓ આર.સી.ફળદુ, હકુભા જાડેજા, ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ પણ સતત સક્રિય રહી અને કઈ રીતે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાવી શકાય તે માટે અથાગ પ્રયાસો કર્યા જેનું આ પરિણામ જામનગરને મળ્યું છે.