ગરમીના દિવસોમાં લૂ ની અસરથી બચવા શું કરવું...

દૂધ અને માવાની આઈટમો ન ખાવા તેમજ ચા-કોફી અને દારૂનું સેવન કરવાથી

ગરમીના દિવસોમાં લૂ ની અસરથી બચવા શું કરવું...
file image

Mysamachar.in-હેલ્થ ડેસ્ક:

ગરમીના દિવસોમાં લૂ ની અસરથી બચવા માટે નાગરીકોને હીટ વેવ દરમ્યાન બહાર નિકળવાનું ટાળવા, શરીર અને માંથું ઢાંકીને રાખવા, સફેદ અને ખુલ્લા કપડા પહેરવા, છત્રીનો ઉપયોગ કરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓને તડકામાં વિશેષ કાળજી રાખવા, સીધા સૂર્યપ્રકાશથી બચવા, વારંવાર ઠંડુ પાણી પીવા, લીબું સરબત, મોળી છાસ, તાળફળી અને નારીયળનું પાણી તથા ખાંડ, મીઠાનું દ્વાવણ તેમજ ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા, બાળકો માટે કેસુડાના ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવા, શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ ન્હાવા, છાયડામાં રહેવા, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવા, બજારમાં વેચાતો બરફનો ઉપયોગ ન કરવા, દૂધ અને માવાની આઈટમો ન ખાવા તેમજ ચા-કોફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શક્યતાઓ વધે છે આથી સેવન ન કરવા અને ખાસ કરીને દિવસોમાં બપોરે 2-00 વાગ્યાથી સાંજના 4-00 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા માટે જણાવાયું છે.

નોંધનીય છે કે, માથુ દુખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધ જવું, ખૂબ તરસ વધવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે.આ ગરમીની સિઝન દરમ્યાન સારૂ આરોગ્ય જળવાઈ રહે તે માટે વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત, રાત્રી દરમ્યાન કાળી દ્રાક્ષ અને સવાર, બપોર અને સાંજે તરબુચનો ઉપયોગ કરવો તેમજ લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.