મકર સંક્રાંતિ, પુણ્યકાળ દરમિયાન શું કરવું.? આ દિવસે ક્યા ક્યા નિયમોનું કરવું જોઈએ પાલન વાંચો 

રાશી અનુસાર દાનનું કેવું છે મહત્વ 

મકર સંક્રાંતિ, પુણ્યકાળ દરમિયાન શું કરવું.? આ દિવસે ક્યા ક્યા નિયમોનું કરવું જોઈએ પાલન વાંચો 
symbolic image

Mysamachar.in-જામનગર:

તારીખ 14/1/2022 શુક્રવાર બપોરે 02:29 થી સુર્યાસ્ત (સાંજે 06;23) સુધી મકર સંક્રાંતિનો આવે છે. પુણ્યકાળ છે.આ સમય દરમ્યાન દાન-પુણ્ય કરવું અતિ ઉતમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં વૈદિક ઋષિ પરંપરા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણ પણે સચોટ દર્શન કરાવે છે,જેને આજનું વિજ્ઞાન પણ કબુલ કરે છે,મિત્રો સૂર્ય એક રાશીમાં થી બીજી રાશીમાં પ્રવેશ કરે છે, એ નિયમને આપણે સંક્રાંતિના નામે ઓળખી છીએ.

એક વર્ષમાં બાર વખત સંક્રાંતિ આવે છે,અને જયારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે,એને આપણે મકર સંક્રાંતિના નામે ઓળખી છીએ, અને આ મકર સંક્રાંતિનું પુણ્ય ખુબજ મહત્વનું હોય છે, ચાલો આપણે મકર સંક્રાંતિ વિષેનીથોડી માહિતી તારીખ 14/01/2022 શુક્રવારે વિક્રમ સંવંત 2078 પોષ માસ ની સુદ-12 (બારસ) તિથિ ચંદ્ર રાશી વૃષભ,રોહિણી નક્ષત્રમાં અને બ્રહ્મ યોગમાં બપોરે 02 કલાક 29 મિનીટ થી સૂર્યનારાયણ મકર રાશીમાં પ્રવેશ કરે છે,

-મકર સંક્રાંતિ વિશેની માહિતી નીચે પ્રમાણે છે,

સંક્રાંતિનું નામ મિશ્રા છે,ઉતર દિશામાંથી આવી દક્ષિણ દિશા તરફ જાય છે,એનું મુખ પૂર્વ દિશામાં છે,અને નૈઋત્ય ખૂણા તરફ જોય રહી છે,સંક્રાંતિના નક્ષત્રો કૃતિકા અને વિશાખા છે,વાહન વાઘ છે, ઉપ વાહન અશ્વ (ઘોડો) છે,સર્પ ઉપર પ્રભુત્વ જમાવે છે,પીળા વસ્ત્ર ધારણ કર્યા છે,હાથમાં ગદા લીધેલ છે,કપાળમાં કેસરનું તિલક કરેલ છે, મોતીનાં આભુષણ ધારણ કરેલ છે,કંચુકી પર્ણ(પાંદડા) ની ધારણ કરેલ છે, ઉમરમાં કુમારી વય હોવાથી બેઠેલી છે, સુગંધને માટે જુઈનું ફૂલ લીધેલું છે,ભોજન દૂધપાકનું કરે છે, ભોજનપાત્ર ચાંદીનું છે.

-સંક્રાંતિનું ફળ 
આર્થીક સ્થિતિ અને ધંધાકીય બાબતો ખોરવાય જાય એવી સંભાવના,વાહનના ભાવમાં વધ-ધટ,ચાંદી અને અનાજ મોંધુ થાય એવી સંભાવના,તેમજ પીળા રંગની ચીજ વસ્તુ મોંઘી થાય તેવું લાગી રહ્યું છે.!

આ વખતે સંક્રાંતિ દિવસનાં પાછલા ભાગમાં અને શુક્રવારે થાય છે, ત્યાર પછી ૪૫ સમર્ધની હોવાથી રાજકારણમાં ગરમાવો વધે,સમાજમાં એક બીજા પ્રત્યે વિરોધાભાસ વધે એવું લાગી રહ્યું છે.!!!

-મકર સંક્રાંતિનાં પુણ્યકાળ સમયે રાશી અનુસાર દાન કરવું. 
મેષ,કર્ક,તુલા,મકર રાશી માટે ત્રાંબા નું પાત્ર,સફેદ રેશમી વસ્ત્ર,તલ,ચોખા અને દક્ષિણા દાન કરવું. વૃષભ,સિંહ,વૃશ્ચિક,કુંભ રાશી માટે કાંસા નું પાત્ર,લાલ રેશમી વસ્ત્ર,ઘઉં,સુવર્ણ અને દક્ષિણા દાન કરવું. મિથુન,કન્યા,ધન,મીન રાશી માટે પીતળનું પાત્ર,પીળું રેશમી વસ્ત્ર,ચણાની દાળ,ચાંદી,અને દક્ષિણા દાન કરવું. 

-સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન શું કરવું? અને ક્યાં-ક્યાં નિયમોનું પાલન કરવું.?

સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન તલના તેલ મિશ્રિત જળ થી સ્નાન કરવું, દરેક બ્રાહ્મણ દેવ સમાન છે, માટે બ્રાહ્મણ ને દાન આપવું. સંક્રાંતિ પુણ્યકાળ સમયે ભગવાન ના નામનો જપ કરવો,અને સ્મરણ કરવું સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન જપ નો દશાંશ યજ્ઞ કરી શકાય.સંક્રાંતિ પુણ્યકાળ સમયે જપ અને દાન કરવાથી અનેક ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાન ની પૂજા કરવી. સંક્રાંતિ દરમ્યાન તલથી બનાવેલી સામગ્રી નો ભોગ વાન ને ધરી પોતે આરોગવો.

આલેખન:જ્યોતિષી:જીગર એચ.પંડ્યા:જામનગર:9714652602