લીંબુડાના ગ્રામજનોએ CM ને પત્ર લખી શું ઠાલવી વેદના.?

હદ છે ભ્રષ્ટાચારની

લીંબુડાના ગ્રામજનોએ CM ને પત્ર લખી શું ઠાલવી વેદના.?

my samachar.in-જામનગર:

થોડા વર્ષો પૂર્વે પાણી માટેની કેનાલ બની પણ તેમાં ભ્રષ્ટાચાર ખદબદતો હતો તેથી તે તૂટી ગઈ અને હજુતો થોડા સમય પહેલા અમારા ગામને જોડતો રસ્તો બન્યો પણ અમારી કમનસીબી તો જુઓ કે તે પણ તૂટવા લાગ્યો...આ શબ્દો છે જોડિયા તાલુકાનાં લીંબુડા ગામના સ્થાનિકોના લીંબુડા ગામથી વાવડી સુધી થોડા સમય પૂર્વે કરવામાં આવેલ ડામર રોડનું કામ ગુણવત્તાવિહીન થયું હોવાની ફરિયાદ જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ કરેલ પરંતુ હજુ સુધી આ કામ અધિકારીઓ જોવા આવેલ નથી આ કામની તપાસ કરવામાં આવે અને સારું કરવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જોડિયા તાલુકાનાં લીંબુડા ગામના ગ્રામજનોએ લેખીતમાં રજૂઆત કરીને વેદના ઠાલવી છે,

તત્કાલિન ધારાસભ્ય રાઘવજી પટેલના મત વિસ્તારમાં આવતા અને તેની ભલામણથી જોડિયા તાલુકાનાં લીંબુડા ગામથી વાવડી સુધી ૩.૨૦ કિમીનો ૭૦ લાખના ખર્ચે નોનપ્લાન રોડ ગત વર્ષે મંજૂર કરવામાં આવ્યો હતો આ રોડના કામમાં રોલર મશીન બગડી ગયું હોવાનું બહાનું આગળ ધરીને આ રોડ પર રોલિંગ કરવામાજ નથી આવ્યું આ અંગે ગ્રામજનો દ્વારા SO,નાયબ ઇજનેર,કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરીને નિયમ મુજબ કામ થયેલ ન હોવાથી વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પણ કરવામાં આવેલ હતી છતાં આધિકારીઓએ ચકાસણી કરવાના બદલે આંખ આડા કાન કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે,છેલ્લે સ્થાનિક ગ્રામજનો દ્વ્રારા મુખ્યમંત્રી ને સંબોધીને કરાયેલ રજૂઆતમાં મશીનથી ડામરનું કોટિંગ કરી રોલરથી રોલિંગ કરી આપવું તેમજ રોડની સાઇડમાં સાઇડો ભરી આપવા અને સ્થાનિકોએ જણાવ્યા મુજબ રોડ સંલગ્ન નાલા અને પુલિયાનું કામ પણ છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાકટર અધૂરું મૂકીને જતાં રહ્યા છે તે કામ પણ વહેલાસર પૂર્ણ થાય તેવી માંગ પણ લીંબુડાના ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે,ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ પ્રજાની સુવિધા પાછળ કરોડો રૂપિયાનો  ખર્ચો કરાઇ રહ્યો છે અને વર્ષો પછી જોડિયા તાલુકાનાં લીંબુડા ગ્રામજનોને મુખ્યમંત્રી ગ્રામસડક યોજનાની સુવિધા તો મળી પરંતુ ટૂંકા ગાળામાંજ આ યોજનાનો રોડ બિસ્માર જેવો થઈ જતાં રાજ્ય સરકારના પારદર્શક વહીવટની મજાક જામનગર જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના ઇજનરો અને ઠેકેદારો ઉડાવી રહ્યા હોય તે આ રસ્તાના કામ ઉપરથી લાગી રહ્યું છે.