જામનગર: DDO એ જીલ્લાપંચાયતની સમાન્યસભાથી પત્રકારોને દુર રાખવાનું કારણ શું..????

જામનગરના મીડિયાજગતમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે..

જામનગર: DDO એ જીલ્લાપંચાયતની સમાન્યસભાથી પત્રકારોને દુર રાખવાનું કારણ શું..????

જીલ્લાપંચાયતની આજે સામાન્યસભા હતી..અત્યાર સુધીનો સામાન્ય શિરસ્તો એવો ચાલ્યો આવે છે કે સામાન્યસભામાં જિલ્લાને લગતા પ્રશ્નો ને વધુ ઉજાગર કરી શકાય અને કેટલી પારદર્શિતાથી વહીવટ ચાલે છે..તેના માટે ચોથી જાગીર  પત્રકારો પણ જીલ્લા પંચાયત હોય કે પછી મહાનગરપાલિકા ની સામાન્ય સભામાં ભાગ લેતા હોય છે..અને તેમાં થી આવતા લોકઉપયોગી પ્રશ્નો ને પ્રજાના હિત ખાતર પોતાના માધ્યમોમા રજુ કરતાં હોય છે..ત્યારે આજે પણ સામાન્યસભાનું આયોજન જીલ્લાપંચાયત ખાતે કરવામાં આવ્યું હતું..અને સામાન્યપ્રણાલી મુજબ પત્રકારો આ સભાનું કવરેજ કરવા માટે પહોચ્યા હતા..જ્યાં જેના અધ્યક્ષસ્થાને આ સભા આયોજિત થતી હોય છે.તે  જીલ્લાપંચાયત ના પ્રમુખ મુળજીભાઈ વાઘેલા પ્રમુખસ્થાને બેસે તે પૂર્વે જ નવા- નવા આવેલ જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીકે પત્રકારો ને  બહાર જવાની સુચના કરી દેતા પત્રકારો અને પદાધિકારીઓ માં પણ કુતુહલ જોવા મળ્યું હતું...અને જામનગરના મીડિયાજગતમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે..


જો કે  આજના એજન્ડામાં પ્રમુખ અને ડીડીઓ માટે નવી કાર અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી (વિકાસ)ની ચેમ્બરમાં ખાસ કિસ્સા તરીકે એસી ખરીદ કરવાનો એજન્ડા નો પણ સમાવેશ થતો હતો....આજે ડીડીઓ તેમની પહેલી જ સામાન્યસભામાં થી પત્રકારોને દુર રાખવાના વલણ ની ભારોભાર મીડિયા જગતમાં પણ ટીકાઓ થઇ રહી છે... 


અમારી આંતરિક મીટીંગ માં મીડિયાની જરૂરિયાત નથી: પ્રશસ્તિ પરિક:ડીડીઓ:જામનગર


જીલ્લા પંચાયતની સામાન્યસભા ભલે પ્રમુખસ્થાને યોજાતી હોય પરંતુ તેમાં જે લોકો ને હાજર રાખવાના હોય તેને અમે સભ્યસચિવ તરીકે કાગળ લખીને હાજર જાણ કરીએ છીએ..મારા ધ્યાનમાં અત્યારસુધી નથી આવ્યું કે મીડિયા અંદર હાજર રહે...આ અમારી આંતરિક મીટીંગ છે જેમાં મીડિયા ની કોઈ જરૂરિયાત નથી...અને રહી વાત ગાડીઓ ની ખરીદી નો તો હાલની ગાડીઓની કિલોમીટર પૂર્ણ થઇ ચુક્યા છે અને અકસ્માત પણ થયા છે.માટે નવી ગાડીઓ ખરીદવા માટે એજન્ડા માં આ મુદો લેવાયો હતો..


મીડિયા સાથે થયું તેનાથી અમને ભારોભાર દુખ થયું છે: જે,ટી.પટેલ:ચેરમેન:શિક્ષણસમિતિ:જીલ્લાપંચાયત


પ્રમુખ આવે તે પૂર્વે જ ડીડીઓસાહેબ એ પત્રકારો ને સામાન્યસભામાં થી બહાર જવાનું કહ્યું તે અમને જાણવા મળતા ઘણું દુખ થયું છે ભૂતકાળમાં પણ મીડિયા સામાન્યસભા નો હિસ્સો બનતું આવ્યું છે..આ રીતે ના થવું જોઈએ..અમારો વહીવટ પારદર્શક છે...તે બધા જોઈ શકે છે..આજે જે મીડિયા સાથે થયું તે ખોટું થયું છે..