Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ છે તેમાંથી મોટાભાગની ફાળવણી સફાઈ લગત કામો માટે જ હોય છે, છતાં શહેરના કેટલાક વીસ્તારોને બાદ કરતા શહેરમાં કેટલી સ્વચ્છતા તે સૌ જાણે છે. અને તેમાં પણ ડોર ટુ ડોરની કામગીરી તો અનેકવાર કચરાને બદલે વજન દેખાડવાને ફેરા વધુ દેખાડી મસ મોટા બીલ વસુલવા માટે કચરાની જગ્યાએ કેરણ ઉપાડવા સહિતની બાબતોને લઈને ચર્ચાઓમાં આવી ચુકી છે, ત્યારે આ બાબતે રાતોરાત જંગી કહેવાય તેટલો કરોડો રૂપીયાનો ખર્ચ કોઇ ડ્યુ પ્રોસીઝર વગર ઉભડક રીતે મંજુર કરવાના સ્ટે.કમીટીના મુદા એજન્ડા મંજુરીની ખુબ ગંભીર સમીક્ષા થઇ રહી છે,
જામનગર મનપાની ગત ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ચેર પરથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે એક બે ત્રણ નહિ પણ 11.32 કરોડનો વધારાનો જંગી ખર્ચ મંજુર કરવામાં આવતા આ મામલો જાણકારો અને મનપા વર્તુળમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.અને આ રીતે કેમ એકીસાથે કરોડનો ખર્ચ મંજુર કરવાનું ચેર પરથી લેવું પડ્યું તેની ચર્ચાઓ થઇ રહી છે.જે 16.95 કરોડના ટોટલ ખર્ચને મંજુરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી તેમાંથી એકલુ ડોર ટુ ડોરનું વધારાનું 11.32 કરોડ જાણકારો અને સમીક્ષકો માટે ધ્યાન ખેચનારુ ચોક્કસથી રહ્યું…
વાત એવી છે કે જામનગર શહેરમાં હાલ બે કંપનીઓ આઠ-આઠ વોર્ડ એમ કુલ 16 વોર્ડમાં ડોર ટુ ડોર એટલે કે ઘરે-ઘરે જઈ અને કચરો એકત્ર કરે છે( કેટલો થાય છે અને ક્યારે થાય છે તે લોકો જાણે છે, ઉપરાંત બન્ને કંપનીઓ કેટલી શરતોનું પાલન કરે છે તે અધિકારીઓ જાણે છે, છતાં થાબણભાણા કરે છે તેવું ચર્ચાય છે) તે બે કંપનીઓનો અઢી વર્ષનો કોન્ટ્રાકટ પૂર્ણ થવા પર છે જયારે આ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો ત્યારે તેની મૂળ રકમ 39 કરોડ હતી, (આટલી ઓછી તો ના જ કહેવાયને) જેમાં વધારાનો ખર્ચ 11.32 કરોડ ગત સ્ટે.કમિટીમાં “ચેર” પરથી મંજુર કરવામાં આવ્યા છે.જે બાબત મનપાના જાણકારો સહિતના લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.આ મામલે અન્ય સભ્યો અને લોકોના વ્યાપક અભિપ્રાયો આવી રહ્યા છે.જેનું વિશ્લેષણ ચાલી રહ્યું છે.
-અનેક તર્ક ચર્ચા અને સમીક્ષા….આ મામલો આગળ વધ્યો…..મળી રહી છે વિગતો
વાત જાણે એમ છે કે કોઇ અરજન્ટ બીઝનેસ મેટર હોય જેમકે ચોમાસામા મેળો રદ કરવો કે પત્રક ફેરવવુ….કોવિડ પ્રોટોકોલના પ્રતિબંધ વગેરે..વગેરે તાત્કાલીક અમલી કરવા ખર્ચ મંજુર કરવા કે તાત્કાલીક થનાર VVIP વીઝીટ સંદર્ભેંની વ્યવસ્થા આયોજન પાણી કાપ વધે કે ઘટે….વગેરે અનેક બાબતો હોય તે સમજી શકાય કે ચેર પરથી લેવી જ પડે પરંતુ જે કામ ઓલરેડી ચાલે છે ને આગામી ચાર મહીના લગભગ ચલાવાનુ છે તેને એક….બે….પાંચ…નહી બાર બાર કરોડ જેટલા પબ્લીકે પેટે પાટા બાંધી વેરા રૂપે ભર્યા છે તેમાથી લ્હાણી કરવાની ચેરમેનની કે દરખાસ્ત કરનાર કે ફાઇલ મુકનાર, મુકાવનાર સૌની શુ મજબુરી હશે.?
આ બાબતે સમીક્ષા થઇ રહી હોય એક બાદ એક સ્ફોટક મુદાઓ સામે આવી રહ્યા છે જે જાણવા ચબરાકો ચતુરો જનતા સૌ મીટ માંડી બેઠા હોય એ દિશામા હવે ઓપીનિયન પોલ જેવી કસરત શરૂ થઇ ચુકી છે, અને અહેવાલો મળી રહ્યા છે જે ખુબ રસપ્રદ તો છે પરંતુ ગંભીર ટીકાત્મક હોઇ રસપ્રદના બદલે આલોચનાત્મક બની રહેશે આમેય ગેઇમ રસપ્રદ છે તેના ખેલાડીઓ જાહેર થયે વિસ્ફોટક થઇ પણ શકે છે કાંતો કોઇ કળા કરી જાય કઇ પણ જાતની તો જનતાને કદાચ આ લોકો અંધારામા રાખવામા સફળ રહે પરંતુ સ્ટે.કમીટી ચેરમેનની મજબુરી ઉતાવળ અને જંગી રકમની મંજુરી એ માત્ર તેમની વ્યક્તિગત ઇચ્છાશક્તિનો પરીપાક નથી તેમ જાણકારો વાતો કરતા”તા માટે આ શિયાળુ પાક એ ગરમી લાવી દીધી છે.
-સ્ટે.ચેરમેન મનીષ કટારીયાએ રૂબરૂ મુલાકાતમાં કહ્યું કે..
આ મામલે સ્ટે.ચેરમેન મનીષ કટારીયાની રૂબરૂ પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે હા.. આ બન્ને પાર્ટીઓ જે કામ કરી રહી છે તેના માટે વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે, જે નિયમ મુજબ જ 11.32 કરોડનો વધારો ઉચિત કાર્યવાહી કરીને મંજુર કરવામાં આવ્યો છે.અને પાર્ટીને અઢીવર્ષમાં હજુ ચાર માસ જેટલો કામ કરવાનો સમયગાળો બાકી છે તે ધ્યાને રાખીને મંજુર કરવામાં આવ્યું છે.