જામનગર: એમ.પી.શાહ મેડીકલ કોલેજના યુવા તબીબનો આપઘાત કારણ શું.? તપાસ શરુ

પોલીસ અને કોલેજ સતાવાળાઓ સ્થળ પર પહોચ્યા

જામનગર: એમ.પી.શાહ મેડીકલ કોલેજના યુવા તબીબનો આપઘાત કારણ શું.? તપાસ શરુ

Mysamachar.in-જામનગર

જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજના આશાસ્પદ તબીબ છાત્રએ જિંદગી ટૂંકાવી લીધાનો દુખદ બનાવ સામે આવ્યો છે. એનેસ્થેસિયા વિભાગના ફર્સ્ટ યર પીજીમાં અભ્યાસ કરતા મૂળ રાજકોટના મૌલિક પીઠવા નામનો તબીબી વિદ્યાર્થી પીજી હોસ્ટેલના છઠા માળે આવેલ રૂમ નંબર 608માં રહેતો હતો આજે બપોરના સમયે તેણે પોતાના રૂમમાં જ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવતા પોલીસ અને મેડીકલ કોલેજના સતાવાળાઓ રૂમ પર પહોચ્યા હતા, આ તબીબી અભ્યાસ કરતા યુવકે ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અને તે વિગતો હજુ સામે આવી નથી, બી ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી તેના માતા-પિતાને જાણે કરી મૃતકના સહપાઠીઓના નિવેદનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.