આ વિડીયો જોઈને શું કહેશો...તસ્કરો ચોરી કરવા આવ્યા છે કે શોપીંગ કરવા..

તસ્કરોએ અંડરગારમેન્ટની દુકાનને પણ ના છોડી

mysamachar.in-મોરબી:

મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલા કોમ્પ્લેક્ષની દસ જેટલી દુકાનોમાં તસ્કરોએ તાળા તોડ્યા હતા અને આ દુકાનોમાં હાથફેરો કરવામાં આવ્યો હતો જેમાં કોમ્પ્લેક્ષમાં આવેલી મોબાઈલ દુકાનો,કરીયાણા અને હોઝીયરી સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો,જેમાં કરીયાણાની દુકાનમાંથી પરચુરણ હાથ લાગી હતી તો મોબાઈલ સહિતની દુકાનોમાંથી તસ્કરો હાથફેરો કરી ગયા છે,જોકે બનાવ અંગે સત્તાવાર ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી,

પણ જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં તસ્કરો ખુબજ શાંતિથી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે,તસ્કરો જાણે ચોરી કરવા નહીં પણ શોપીંગ કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ  થયા છે,બનાવની જાણ  તાલુકા પોલીસને કરવામાં આવતા પીએસઆઈ રાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે..હદ તો ત્યારે થઈ ગઈ કે તસ્કરોએ અંડરગારમેન્ટની દુકાનને પણ ના છોડી અને દુકાનમાંથી આંતરવસ્ત્રો પણ ચોરી ગયા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.