રેશનકાર્ડમા અમને શુ મળે.? દુકાનદારનો જવાબ…જાણવુ હોય તો કલેક્ટર પાસે જાવ.!

નાગનાથ ગેઇટ વિસ્તારના અરજદારે DSO ને અરજી અને....

રેશનકાર્ડમા અમને શુ મળે.? દુકાનદારનો જવાબ…જાણવુ હોય તો કલેક્ટર પાસે જાવ.!
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જિલ્લામા સસ્તા અનાજના ઘણા દુકાનદારો ગરીબકાર્ડ ધારકોને ત્રાસ આપે છે તે બાબતે mysamachar.in દ્વારા ઝુંબેશ ચલાવાઇ રહી છે, જેમા ગંભીર મુદા ખુલવા પામતા હોય હવે રેશનકાર્ડ ધારકો મૌખીક લેખીત ફરિયાદ કરવા હિંમત કેળવી શક્યા છે, ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિવારને એવો અનુભવ થયો કે એક તો રાશનનો પુરતો માલ ન મળ્યો અને પુછ્યુ તો સાહેબોની દયાથી અહમમાં રાચતા સસ્તા અનાજના દુકાનદારે કહ્યુ જાણવુ છે કેટલો માલ એક કાર્ડના પરિવારને મળે તે? તો કલેક્ટર પાસે જાવ.! લે બોલ આનુ શુ કરવુ ? આવું થાય તે સ્વાભાવિક છે કારણ કે રાશનના જે દુકાનદારો ગેરીરીતી કરે છે તેની અને ઉપર પુરવઠાના અધીકારીથી માંડી સ્ટાફના ચાર હાથ હોય તો જ દુકાનદાર ફાટીને ધુમાડે જાય તે બાબત અરજદારની અરજીના હ્રદયસ્પર્શી  અને સ્ફોટક મુદાઓ ઉપરથી અભ્યાસુઓનુ તારણ છે,

આ અરજદારે  જિલ્લા પુરવઠા અધીકારીને અરજી કરી ફરિયાદ કરી છે, તેમાં જણાવ્યું છે કે અમારા ઘરની નજીક આવેલ વોર્ડમાં હાલમાં જ એન.એફ.એસ.એ કાર્ડ હોવાથી અરજદારે રાશનની દુકાન જે પ્રકાશ ડી જાનીના નામે આવેલ છે તે દુકાનધારક પાસે માલ લેવા ગયેલા હતા, ત્યાં અરજદારને રાશનકાર્ડ જન સંખ્યા 5 થી આવેલ હોય જેથી અરજદારને ફક્ત ઘઉં 10 કિલો તથા ચોખા 5 કિલો આપેલા હતા. જેથી અરજદારે દુકાનદારને જણાવેલ કે સરકારના નિયમ મુજબ કેટલો અમોને જથ્થો દેવાનો હોય તો દુકાનદારએ જણાવેલ કે જથ્થો અમારે અમારા હિસાબે તમોને આપવાનો હોય અને સરકારના નીયમ મને ખબર નથી.

અને તમોને જાણવું હોય તો કલેકટર પાસે ચાલ્યા જાવ જેથી અરજદાર અવાચક થઇ ગયેલા હોય અને દુકાનદારને રૂપિયા 65 આપી  તેનું બીલ પણ માંગેલું જે મળવું જોઈએ તે માલ મળેલ નથી અને અમોને એટલે કે અરજદારને બીલ પણ આપેલ નથી. આમ આ  દુકાનદારએ અરજદારના રાશનકાર્ડમાં એન્ટ્રી પણ કરેલ નથી. અને બીલની માંગણી કરતા તે પણ જણાવેલ કે હાલ મારું પ્રિન્ટર ખરાબ છે. અને બીલની કોઈ જરૂરત રહેતી નથી.

જો કે આ કીસ્સામાં અરજદારે જાગૃત થઇ ફરિયાદ કરતા દુકાનદારને રેલો આવ્યો અને ગણતરીની મીનીટોમાં ખબર પડી કે તેના વિરુદ્ધ અરજી થઇ છે એટલે અરજી કરનારને કાલાવાલા કરી અરજી કરનારના છેડા શોધી અને માફી માંગી મામલો પતાવી લીધો તેમ જાણવા મળે છે, પણ આ તો એક વાત થઇ આવા કેટલા દુકાનદારો હશે, જે પોતાની મનમાની ચલાવતા હશે, આ રીતેની ફરિયાદ છે હવે જોઇએ DSO અને તેના સ્ટાફના હૈયે કોનુ હીત સમાયેલુ છે? સરકારી પગાર સુવિધા વગેરે લઇ આ લોકો સરકારની યોજના સફળ બનાવે છે કે પોતાનો પર્સનલ લાભ જાળવે છે? નહી તો પગલા લેવાયા જ ને?આ કિસ્સામાં પણ અરજદારે સમાધાન કર્યું છે પણ જો પુરવઠા વિભાગ ધારે કઈક કરવાની ભાવના હોય તો આ દુકાનમાં આકસ્મિક ચેકિંગ કરી અને પગલા પણ લઇ શકાય..પરંતુ..!