ગુજરાતમાં લોકડાઉનની ચાલી રહેલ વાતો પર મુખ્યમંત્રીએ શું કહ્યું..?

આજ રાતથી અમદાવાદમાં કલાકો પુરતો કર્ફ્યું

ગુજરાતમાં લોકડાઉનની ચાલી રહેલ વાતો પર મુખ્યમંત્રીએ શું કહ્યું..?
file image

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને અમદાવાદમાં વધી રહેલા કેસોની સંખ્યાને  જોતા સરકાર દ્વારા અમદાવાદમાં વિકએન્ડ કર્ફ્યું લાદવામાં આવ્યું છે, જે બાદ રાજ્યમાં ફરી એકવખત લોકડાઉન થશે.? તેવી અફવાઓએ જોર પકડ્યું હતુ, પણ આવી અફવાઓનો છેદ ઉડાવતા આજે મુખ્યમંત્રી વિજયરુપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી અને ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત માત્ર અફવા છે, અમદાવાદમાં શનિ-રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો હોવાની વાત રુપાણીએ કરી અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.