જાંબુ અને તેના ઠળિયા ના કેટલા તો છે ફાયદાઓ

તમે પણ વાંચો...

જાંબુ અને તેના ઠળિયા ના કેટલા તો છે ફાયદાઓ

Mysamachar.in-જામનગર

હાલમાં રસ્તા પર નીકળ્યા હોય અને કોઈ લારી કે ફ્રુટની દુકાનો પર જાંબુ જોવા મળે છે, અત્યારે જાંબુની મોસમ છે. જાંબુ સ્વાદમાં તો રસીલા હોય છે તેની સાથે સ્વાસ્થ્યમાં પણ ઘણાં જ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે, જાંબુ તો આપણે બધા ઘણી મઝાથી ખાતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે તેના ઠળિયાનો પાવડર પણ ઔષધી રૂપે વાપરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ ફાયદાકારક હોય છે. તેના ઠળિયાનો પાઉડર બનાવીને સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રોજ સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીમાં આ પાઉડરનું સેવન કરવાથી રાહત મળે છે.તે સિવાય જાંબુના ઠળિયાના પાઉડરને પાણી કે દહીં સાથે ખાવાથી પથરીની સમસ્યા કાયમ માટે દૂર થઇ શકે છે. રોજ સવાર-સાંજ પાણીની સાથે એક ચમચી આ પાઉડરનું સેવન કરો.

દાંત કે પેઢામાં દુખાવો કે બ્લીડિંગની સમસ્યા છે તો તેને મંજનની જેમ ઉપયોગ કરો. નિયમિત રીતે આ પાઉડરથી મંજન કરવાથી તમારી સમસ્યા થોડાક દિવસમાં જ સારી થઇ જશે.જો શરીર પર કોઇ ઇજા થઇ હોય કે બળતરા થઇ હોય તો આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને ઇજા પર લગાવવાથી રાહત મળે છે તો સાથે બળતરા પણ ઓછી થઇ જાય છે. તો જે લોકોને ઓછી ભૂખ લાગે છે તો જાંબુનું સેવન કરી શકે છે, જેનાથી ભૂખમાં વધારો થઇ શકે છે. આમ કાળા જાંબુના અને તેના ઠળિયાના પણ અનેક ફાયદાઓ જાણકારો વર્ણવે છે.