આંબળા ઈમ્યુનીટી તો વધારશે જ એ સિવાય શું છે આંબળાના ફાયદાઓ વાંચો

શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.

આંબળા ઈમ્યુનીટી તો વધારશે જ એ સિવાય શું છે આંબળાના ફાયદાઓ વાંચો
file image

Mysamachar.in-જામનગર

કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે તબીબો લોકોને વિટામીન સી જેમાં હોય તેવા ખાદ્યપદાર્થો આરોગવાની સલાહ આપતા હોય છે, તેવામાં આમળા ને અમૃત માનવામાં આવે છે, સામાન્ય રીતે આંબળાનું સેવન વાળને કાળા, અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળની જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંબળા પૌષ્ટિક હોય છે. આમળાનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આંબળા આ સિવાય પણ કેટલીય રીતે ઉપયોગી છે તેના કેટલાક પ્રકારો પર આપણે નજર કરીએ તો...

આંબળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસની સારવારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ઘણા ફળોની જેમ આંબળામાં પણ વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેથી આંમળાના સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે. આંબલા ઈમ્યુનિટી વધારે છે કારણ કે  આંબળામાં વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

તો વળી હૃદયને લગતી બીમારીઓમાં આંબળાનો પાવડર હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. આંબળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે અને યુરિન ઈન્ફેક્શનથી રાહત આપે છે, ભોજન પહેલાં માખણ, મધની સાથે આંબળાના પાવડરનું સેવન કરવાથી ભૂખ વધે છે. આંબળા તાવ, અપચાની સમસ્યા, એનિમિયામાં પણ ફાયદાકારક છે.આમ આમળાના આવાતો અનેક ફાયદાઓ છે.