૧૮૨ ધારાસભ્યો પાસેથી આંદોલનકારી પ્રવીણ રામ શું માંગશે જવાબ?

7 દિવસનું છે અલ્ટીમેટમ

૧૮૨ ધારાસભ્યો પાસેથી આંદોલનકારી પ્રવીણ રામ શું માંગશે જવાબ?

mysamachar.in-અમદાવાદ:

તાજેતરમા જ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે રાજ્યના ૧૮૨ ધારાસભ્યોના પગાર ભથ્થા વધારા પર સર્વાનુમતે મંજૂરીની મહોર લાગી ગઈ અને એકલ દોકલ ધારાસભ્યને બાદ કરતાં બધાય ધારાસભ્યોએ હસી ખુશીથી પગાર ભથ્થા વધારાને સ્વીકારી રાજ્યની તિજોરી પર કરોડોનો બોજો પણ લાદી દીધો ત્યારે ભલે આ મામલે વિપક્ષ કઇ ન બોલતો હોય પણ સોશિયલ મીડિયામાં  શિક્ષિત બેરોજગાર સહિતના યુવાનો અને લોકો વિરોધનો સુર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે રાજ્યના જન અધિકાર મંચના પ્રવીણ રામએ પણ વિરોધનો સુર ઉઠાવતા આ મામલે તમામ ધારાસભ્યોએ પાસેથી જવાબ માંગ્યો છે,    

મોંઘવારી માત્ર ધારાસભ્યોને જ નડે છે ગુજરાતમાં કામ કરતાં અન્ય સરકારી કર્મચારીઓ પગાર વધારાને લઈને વારંવાર સરકારમાં રજૂઆત થઈ રહી છે ત્યારે જન અધિકાર મંચના આંદોલનકારી પ્રવીણ રામે તમામ ધારાસભ્યોને પત્ર લખીને અન્ય કર્મચારીના પગાર વધારો થવો જોઈએ કે નહીં સહિતના મુદ્દે ધારાસભ્યો પાસેથી જવાબ માંગશે અને સ્પષ્ટ જવાબ નહીં મળે તો ધરણાં આંદોલન કરવાની પ્રવીણ રામે ચીમકી આપી છે,

જન આધિકાર મંચના પ્રવીણ રામ આજથી તમામ ધારાસભ્યો ને પત્ર લખશે,જેમાં ૫ લાખ ફિકસ કર્મચારી,૧૫ લાખ કોન્ટ્રાકટ અને આઉટસોર્સ કર્મચારી,૩ લાખ મધ્યાહન ભોજનના કર્મચારી,૨ લાખ જેટલી આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓના મોંઘવારીના કારણે પગાર વધારો થવો જોઈએ કે નહીં તેમજ મોંઘવારીથી લોકોને નિવારવા,ખેડૂતોને દેવા માફી,પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા જોઈએ કે નહીં તે માટે ૧૮૨ ધારાસભ્યોને પત્ર લખીને સ્પષ્ટ જવાબ માંગવામાં આવશે અને આ જવાબ માટે આજથી ૭ દિવસનું અલ્ટિમેટમ પણ ધારાસભ્યોને આપવામાં આવ્યું છે,

જો ભાજપ-કોંગ્રેસનાં ધારાસભ્યોનો સ્પષ્ટ જવાબ નહીં મળે તો ૨ ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે અમદાવાદ ગાંધી આશ્રમની સામે ૧૮૨ ધારાસભ્યોની વિરુદ્ધમાં અને જનતાના હિતમાં જન અધિકાર મંચના પ્રવીણ રામ ૩ દિવસના ધરણાં કરવાની ચીમકી આપતા સરકારને નવી ઉપાધિ આવી પડી છે અને આ મામલે પ્રજામાંથી પણ આવકાર મળી રહ્યો છે.