લોકગાયક કિર્તીદાન ગઢવી ફસાયા વિવાદમાં, આ જ્ઞાતિના લોકો નારાજ

જાણો શું છે સમગ્ર મામલો

લોકગાયક કિર્તીદાન ગઢવી ફસાયા વિવાદમાં, આ જ્ઞાતિના લોકો નારાજ

Mysamachar.in-પાટણઃ

ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી એક વિવાદમાં સપડાયા છે. પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિર્તીદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના આ સુપ્રસિદ્ધ અને લોકગાયક કિર્તીદાન ગઢવીનો થોડા સમય પૂર્વે એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, આ દરમિયાન કિર્તીદાન ગઢવીએ ભોજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ ભોજક સમાજ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભોજક સમાજનું કહેવું છે કે કિર્તીદાને તેમની સમાજને નીચી દેખાડવાની ટિપ્પણી કરી છે. આ મુદ્દે કિર્તીદાન ગઢવીએ જાહેરમાં માફી માગવી પડશે, જો તેઓ માફી નહીં માગે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. ભોજક સમાજે પાટણ અને મહેસાણામાં કિર્તીદાન ગઢવીનો વિરોધ કર્યો હતો અને કલેક્ટરને મળીને ભોજક સમાજે એક આવેદનપત્ર આપીને માંફીની માંગણી કરી હતી.