પ્રાથમિક શિક્ષકોની 100 ટકા જિલ્લા ફેર બદલી સહિતના સુધારાને આવકાર

પ્રાથમિક શિક્ષકોની 100 ટકા જિલ્લા ફેર બદલી સહિતના સુધારાને આવકાર
file image

Mysamachar.in-જામનગર:

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોના નવા બદલી નિયમોમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકાર પાસે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ૧૦૦% જિલ્લા ફેરબદલી ઉપરાંત જી.એ.ડી. ના નિયમો મુજબ દંપતીના કિસ્સામાં લાભો આપવાની રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત ઉપર કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ, તત્કાલીન મંત્રીઓ જયેશ રાદડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સહિતના ધારાસભ્યઓને અને સંસદ સભ્યઓને સરકારને રજુઆત કરી હતી અને સરકારે ટુંક સમયમાં ૧૦૦% જિલ્લા ફેર અંગે નિર્ણય કરશે તેવો ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘને લેખિત પ્રત્યુતર પાઠવેલ.

સરકાર દ્વારા ર૦રરમાં બદલી નિયમોમાં ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સૂચવેલા દંપતીના કિસ્સામાં બદલી નિયમો ઉપરાંત બોન્ડ વાળા શિક્ષકોને પણ બદલીના લાભ આપવા સહિતની માંગણીઓનો સ્વિકાર થતા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં બદલી ઈચ્છતા શિક્ષકોને મહતમ લાભ મળશે. સરકારના આ નિર્ણય બદલ ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, સચિવ વિનોદ રાવ તથા નિયામકનો ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા મહામંત્રી મનોજ પટેલ સહિતની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.