તાઉતેથી સમગ્ર ગુજરાતમાં હવામાન ડામાડોળ... ચોમાસાની અનિશ્ચિતતાના એંધાણ

ખેતી આરોગ્ય માટે આ વખતેય પડ્યા પર પાટુની ભિતી

તાઉતેથી સમગ્ર ગુજરાતમાં હવામાન ડામાડોળ... ચોમાસાની અનિશ્ચિતતાના એંધાણ
file image

Mysamachar.in-ગુજરાત

સામાન્ય રીતે નૈૠત્યનુ ચોમાસુ એ પરંપરા હતી પરંતુ ઘણા વર્ષોથી દરીયામા દબાણ થાય પછી જ તોફાની વરસાદ વરસે છે હવે આ વખતે તો ચોમાસાને વાર છે કેમકે જુન અંત કે જુલાઇમા વરસાદની આપણે પેટર્ન થય ગઈ છે, અને ઓગષ્ટ સપ્ટેબરમા વધુ આવે છે અને હાલ વાવાઝોડું સર્જાયુ ભલે ક્યાક વધુ પવન ક્યાક ઓછો ક્યાક બે દિ વરસાદ ક્યાક ઓછો વગેરે આ વાવાઝોડાથી સમગ્ર પશ્ચિમ ભારત અને ગુજરાતમા થયુ પરંતુ સાથે સાથે આ ચક્રવાતે હાલાર સહિત સમગ્રપણે ચોમાસુ વીખી નાખ્યુ કેમકે દરિયામા સર્જાયેલા તાઉતેની તાકાત તેની પરીઘી તેનાથી વરસાદ પવન વગેરે થયા જેથી ફરી વાદળ બંધાવા કે દબાણ સર્જાતા વાર લાગશે કેમકે આ વાવાઝોડુ અતિશય તાપ બાદ સર્જાયુ હોય ફરી તાપથી વરસાદી માહોલ સર્જાશે પરંતુ વાવાઝોડાએ ઘણો વિસ્તાર કવર કર્યો હોઇ હવે એ પ્રક્રિયા બનતા વાર લાગશે.

તાઉતેથી મોનસુન પેટર્ન અને સીસ્ટમ વિખેરાય હોઇ હાલના વરસાદ બાદ વ્યાપક વરસાદ માટે રાહ જોવાની જેથી ખેતીમા વાવણી હાલ કરવી કે પછી તે અસમંજસ થાય તેમજ હવે આ વખતે ચોમાસુ વારંવાર ગેપ સાથે વરસે તેવુ બને જે બધી જ રિતે નુકસાનકારક બની શકે છે વળી વાવાઝોડાના માહોલથી જ હવામાન ડામાડોળ થયુ હોય જન આરોગ્ય ઉપર આ હવામાન જે ધાબળીયુ વરસાદીને પવન વાળુ રહેતા મોટાભાગે તંદુરસ્તીનો માહોલ ન રહ્યો એક તરફ કોરોના તો બીજી તરફ આ માહોલમા કફ શરદી ઉધરસ તાવ વધી શકે છે ઉપરાંત મચ્છર સહિત રોગકારક જંતુ જુદા જુદા તાવ ફેલાવી શકે તો માખી તેમજ પાણી તળ બગાડથી પેટના રોગ પણ વધી શકે છે.

ગત ચોમાસામા અતિ વરસાદે તબાહી કરેલી તેમજ તે પહેલાના વર્ષમાં પણ ખેતી વગેરેને નુકસાન થયેલુ તો વળી આ વખતે વાવાઝોડાથી સીસ્ટમ બગાડતા ધર્યા વરસાદ આ ચોમાસામા ન પડે તો ખેતીને માઠી અસર થાય તો ખેડુતોને સતત ત્રીજા વર્ષે પડ્યા પર પાટુ થાય કેમકે ખેડૂતોને વરસાદ સિવાય પણ ઘણી મુશ્કેલીઓનો ખેત ઉત્પાદન માટે વાવેતરથી માડી છેક સુધી સામનો કરવો પડતો હોય છે અને ખેતી નબળી થાય તો સમગ્રપણે ખાદ્ય ચીજવસ્તુઓની શોર્ટેજ થાય તેમજ અર્થતંત્રને પણ માઠી અસર થાય તેવુ બની શકે છે,

આમ જોઇએ તો કહી શકાય કે ચોમાસુ અનિયમિત તેમજ જ્યા વરસે ત્યા નુકસાની ન વરસે ઇ સાવ કોરા વિસ્તાર અથવા ઓછો વર્ષે ત્યા ઘટ વગેરે ની અસમંજસતા બધી રીતે પ્રતિકુલક બની રહેવાનુ અનુમાન છે તેવુ જ રોગચાળાનુ છે તેમા પણ અનિયમિત ચોમાસુ જે નિયમિત વરસી તડકો ઉઘાડ સમયાંતરે ન આપે અને ધાબળિયુ વચ્ચે ઝાપટા ઝરમર ક્યાક ઓછો વતો પડે તે પણ સમશ્યા સર્જી જન આરોગ્ય બગાડે તેમાય હાલ તબાહી મચાવતા કોરોના વચ્ચે પડ્યા પર પાટુ જેવુ થાય માટે ખેતી આરોગ્ય અર્થતંત્ર અને પર્યાવરણ બધા ઉપર વધુ માઠી અસરના આ વાવાઝોડા બાદ પલટાયેલા સિુસ્ટમના લક્ષણોથી અનુમાન વચ્ચે લોકો અપેક્ષા તો ચોકસ રાખે જ છે કે ચોમાસુ સફળ રહે તો સારૂ પરંતુ હવામાન બગડ્યુ હોય સૌ અનિશ્ર્ચિતતાની ભિતી વચ્ચે આ વખતે ચોમાસુ વેલુ કે મોડુ તેમજ સંતોષકારક કે અસંતોષકારક તે સાવ સો ટચ નક્કી કરી શકતા ન હોય તેમજ પેટર્ન બદલાવથી ભિતિ સર્જાય તેમ હોય લોકોની ચિંતા પણ વ્યાજબી છે.