Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદની આગાહી કરાઇ છે. ચોમાસુ સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકામાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે.
હવામાન વિભાગની આગાહી મુજબ 16 જુન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.