ભાજપનો ખેસ પહેર્યો હોય એટલે નો સોશ્યલ ડિસ્ટન્સ નો માસ્ક..?

અહી નિયમોની અમલવારી કોણ કરાવશે..?

ભાજપનો ખેસ પહેર્યો હોય એટલે નો સોશ્યલ ડિસ્ટન્સ નો માસ્ક..?

Mysamachar.in-જામનગર

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે જ્યાં સમૂહો એકઠા થતા હોય ત્યાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું વગેરે નિયમો ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે અને તે સરકારે જ અમલી કર્યા છે, પણ છાશવારે બને છે એવું કે જે સરકારે નિયમો ઘડ્યા તેનો પક્ષ એટલે કે ભાજપ અને તેના નેતાઓ જ નિયમોનો ઉલાળિયો કરી રહ્યાના વિડીયો અને ફોટોગ્રાફ્સ સામે આવતા રહે છે, એવામાં જામનગર શહેર ભાજપ કાર્યાલયની એક તસ્વીર સામે આવી છે, જેમાં નિયમોની એક બે ને ત્રણ થઇ ગઈ હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આઈ.ટી.સેલ ઇન્ચાર્જઓ દ્વારા શહેર કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોની બેઠક યોજવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પરેશ ઘેલાણી, શહેર ઇન્ચાર્જ દિલીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ બ્રિજેશ કાછડીયા, પ્રતિકભાઈ ઠાકર તેમજ દરેક વોર્ડના ઇન્ચાર્જઓ અને સહ ઇન્ચાર્જઓ ઉપસ્થિત રહેલ તેમાં એકાદ ને બાદ કરતા ના તો કોઈએ માસ્ક પહેર્યું... વધુમાં સોશ્યલ ડિસ્ટન્સ કેટલું છે તે તમે જ તસ્વીર જોઇને નક્કી કરી લો...