આવકારદાયક કાર્ય, જેને જરૂર પડશે તેને આપશું વિનામૂલ્યે ફલો મીટર, યુથ કોંગ્રેસ અને NSUIની ટીમની પહેલ

આવકારદાયક કાર્ય, જેને જરૂર પડશે તેને આપશું વિનામૂલ્યે ફલો મીટર, યુથ કોંગ્રેસ અને NSUIની ટીમની પહેલ

Mysamachar.in-જામનગર

હાલ કોરોના મહામારી ચાલી રહી છે, અને દર્દીઓ અને તેના પરિજનોની હાલત સાધનસામગ્રી સહિતની બાબતોને લઈને ચિંતાજનક છે, ત્યારે જેને ઓક્સીઝ્ન ઘટી જાય તેને ઓક્સીઝ્ન સીલીન્ડર મળી રહે તો વાલ્વ ના મળે આવા કિસ્સાઓ યુથ કોંગ્રેસ અને NSUI ટીમને ધ્યાને આવતા ટીમના સભ્યો દ્વારા ઓક્સિજન સિલીન્ડર માટે ખાસ જરૂરી એવા ફલો મીટર (સિલીન્ડર વાલ્વ) ની વિનામૂલ્યે કોઈપણ જાતના ચાર્જ વગર જેને જામનગર શહેરમાં જરૂર હોય તે  આ નંબરો પર સમ્પર્ક કરી મેળવી શકે છે.

યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તોસીફખાન પઠાણ 88660 55555, NSUI પ્રમુખ મહિપાલસિંહ એ જાડેજા 95585 49999, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા 93268 11111ના ફોન નંબરો પર ફોન કરીને મેળવી શકે છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે આ ત્રણેય યુવાઓની ટીમ હંમેશા લોકહિતના કાર્યોમાં આગળ પડતી રહી છે અને લોકોને વિદ્યાર્થીઓને કે વાલીઓને કે શહેરીજનોને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવવા અને તેના નિરાકરણ લઇ આવવા માટે જાણીતી છે.