Mysamachar.in-જામનગર
રાજ્યની છ મહાનગરપાલિકા સાથે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો માટે પણ મતદાન યોજાવવા જઈ રહ્યું છે, જામ્યુકોની ચૂંટણીમાં આવતીકાલે થનારી મતદાનની પ્રક્રિયા માટે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. શહેરમાં કુલ 645 મતદાન મથકો પર મતદાન થશે. ત્યારે મતદાન મથકો પર ઇવીએમ મશીન સહિત અન્ય સાહિત્ય પહોંચાડવા માટે તંત્ર દ્વારા શુક્રવારથી તૈયારીનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત શહેરમાં ડીસીસી અને એમપી શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં વાહનો સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે. જયારે પ્રભુલાલ સંઘરાજ શાળામાં સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારથી ઇવીએમ મશીન સહિતનું સાહિત્ય મતદાન મથકો પર રવાના કરવામાં આવી રહ્યા છે. અને આવતીકાલે લોકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તેવી અપીલ પણ “માય સમાચાર” કરે છે.