જામનગરના 2 તાલુકામાં સર્વત્ર પાણી જ પાણી..સમાણામાં 10 ઇંચ, નવાગામ, મોટા પાંચદેવડામાં 6 ઈચ, જાણો છેલ્લા 24 કલાકનું સંપૂર્ણ ચિત્ર 

એક કલીક અને સંપૂર્ણ વિગત 

જામનગરના 2 તાલુકામાં સર્વત્ર પાણી જ પાણી..સમાણામાં 10 ઇંચ, નવાગામ, મોટા પાંચદેવડામાં 6 ઈચ, જાણો છેલ્લા 24 કલાકનું સંપૂર્ણ ચિત્ર 

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં ગઈકાલે રવિવારે જીલ્લાના બે તાલુકાઓમાં પાણી જ પાણી થઇ ગયું... કાલાવડ અને જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઇ અને ચેકડેમો છલી વળ્યા અને ગામોમાં પણ પાણી જ પાણી ફરી વળ્યા....જો કે જીલ્લામાં સદનસીબે કોઈ મોટી જાનહાની આ ભારે વરસાદને કારણે થઇ હોઈ તેવા અહેવાલ પ્રાપ્ત થયા નથી, કેટલાય ગામો દસ ઇંચ સુધી વરસાદ વરસી જતા સ્થળ ત્યાં જલ જેવી સ્થિતિ પણ જોવા મળી હતી જીલ્લાના 26માં થી મોટા કહી શકાય તેવા 3 ડેમ ઓવરફલો થઇ ગયા છે, તો કાલાવડ જામનગર વચ્ચેનો આ માર્ગ પરના ખંઢેરા ગામનો પુલ જર્જરિત થઇ જતા જામનગરથી આવતા વાહનો ખંઢેરાથી મોટી માટલી, ખાન કોટડા અથવા ખંઢેરાથી ગોલણીયા જવા સુચના જીલ્લા પ્રશસન દ્વારા જારી કરાઈ છે.

-ગ્રામીણ વિસ્તારોમાં ક્યાં ગામમાં કેટલો વરસાદ..
જામનગર તાલુકાના મોટી બાનુગાર ગામે સવા ઇંચ, ફલ્લામાં 2 ઇંચ, જામ વંથલી 1 ઇંચ, અલીયાબાડામાં સવા ઇંચ વરસાદ, જયારે જોડિયા તાલુકાના પીઠડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.ધ્રોલ તાલુકાના લતીપુરમાં 1 ઇંચ જયારે જાલીયા દેવાણી અને લતીપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ તો કાલાવડ તાલુકાના નીકાવામાં 1 ઇંચ, ખરેડીમાં સાડા ત્રણ ઇંચ, મોટવડાળા અને ભલાસાન બેરાજામાં એક એક ઇંચ, નવગામમાં અને મોટા પાંચદેવડામાં છ છ ઇંચ વરસાદ નોંધાયો છેજામજોધપુર તાલુકાના સમાણામાં 10 ઇંચ, શેઠવડાળામાં 8 ઇંચ, જામવાડીમાં 2 ઇંચ, વાંસજાલીયામાં અઢી ઇંચ, ધુનડામાં સવા ઇંચ, ધ્રાફામાં સાડા છ ઇંચ, પરડવામાં 4 ઇંચ, વરસાદ નોંધાયો છે.

-તાલુકા મથકોએ છેલ્લા 24 કલાકનો વરસાદ 
કાલાવડમાં 6 ઇંચ, જામજોધપુરમાં સવા ઇંચ, જામનગર શહેરમાં 1 ઇંચ, જોડીયા અને ધ્રોલ માં સવા ઇંચ,જયારે લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

-જામનગર જીલ્લાના આ ડેમ થયા ઓવરફલો 
સિંચાઈ વિભાગે આપેલ સતાવાર માહિતી મુજબ જામનગર જીલ્લાના ફૂલઝર-1, વોડીસંગ, અને બાલંભડી ડેમ 100% ઓવરફલો થયા છે, જયારે અન્ય કેટલાક ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે.