શું ખંભાળિયા પોલીસમથકમાં પોલીસકર્મી જ રમતા હતા જુગાર..? વાઈરલ વિડીયોથી ચકચાર 

એસપીએ કહ્યું થશે તપાસ 

શું ખંભાળિયા પોલીસમથકમાં પોલીસકર્મી જ રમતા હતા જુગાર..? વાઈરલ વિડીયોથી ચકચાર 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

પોલીસનું કામ જુગાર રમતા લોકોને પકડવાનું છે, પણ પોલીસ ખુદ પોલીસમથકમાં જ પાનાં ટીચે તો...? આવો એક કથિત વિડીયો સોશ્યલ મીડિયામાં ખંભાળિયા પોલીસ મથક અંદરનો હોવાને નામે વાઈરલ થઇ રહ્યો છે, જે વિડીયો વાઈરલ થઇ રહ્યો છે તેમાં કેટલાક પોલીસકર્મીઓના હાથમાં પતા હોવાનું દેખાઈ આવે છે. આ વિડીયો બાબતે દેવભૂમિ દ્વારકા એસ.પી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે વિડીયોની ખરાઈ કરી તપાસ કરવામાં આવશે અને કોઈ કસુરવાર હશે તો પગલા લેવામાં આવશે.

જો કે પોલીસ વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વિડીયો સાતમ આઠમ સમયનો એટલે કે થોડા દિવસો પૂર્વે લીધેલો છે, પણ આ વિડીયો આટલા દિવસો બાદ કોના દ્વારા અને શા માટે વાઈરલ કરવામાં આવ્યો તે તપાસનો વિષય છે.અને જે બાદ સત્ય સામે આવશે. કોઈ તો એવું પણ કહે છે કે જુગાર રમાડતા એક શખ્સને પોલીસ સાથે વાંધો પડયો હોવાથી વિડીયો વાઈરલ થયો છે.આ તમામ પાસાઓ વચ્ચે સત્ય શું.? ખરેખર જુગાર રમતા હતા પોલીસ કર્મીઓ.? કે પતા લઈને કામગીરી કરી રહ્યા હતાને કોઈએ વિડીયો ઉતારી બદનામ કરવા આવું કર્યું.? આ તમામ મુદ્દે તપાસ પૂર્ણ થશે પછી જ સત્ય બહાર આવશે.ત્યાં સુધી આવા વિડીયોને “માયસામાચાર” પણ સમર્થન નથી કરતુ.