Mysamachar.in:ગુજરાત
ગુજરાત સહિત ભારતમાં પાસપોર્ટ તૈયાર કરાવવાની પ્રક્રિયા દાયકાઓથી ઝંઝટ બની રહી છે ! અનેક સત્તાવાર જાહેરાતો છતાં, આ વિષયમાં હજુ લોકોને સરળતા પ્રાપ્ત થવા પામી નથી ! જેને કારણે હજારો લોકો ખાનગી વેબસાઇટ અને મોબાઈલ એપ્સનો સહારો લ્યે છે. કેન્દ્ર સરકારે કાલે સોમવારે દેશભરનાં નાગરિકોને એવી ચેતવણી આપી છે કે, અધિકારીઓનાં ધ્યાનમાં આવ્યું છે કે, નકલી વેબસાઇટ તથા નકલી મોબાઈલ એપ્સ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે ! આ પ્રકારના પ્લેટફોર્મ પાસપોર્ટ બનાવવા ઈચ્છતા લોકોનો ડેટા એકત્રિત કરી લ્યે છે. ઉપરાંત આ પ્રકારની વેબસાઈટ અને એપ્સ લોકો પાસેથી મોટી ફી વસૂલે છે, એવું સરકારનાં ધ્યાનમાં આવ્યું છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે, જો કેન્દ્ર સરકારનાં વિદેશવિભાગ તથા ગૃહ મંત્રાલય સહિતના સંબંધિત વિભાગોનાં સંકલનથી આ દિશામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તો, લોકો ખાનગી વેબસાઇટ અને મોબાઈલ એપ પર જાય જ શા માટે ?! સરકાર નાગરિકોને સરળતાથી અને ઝડપથી, વાજબી દરે ઘરે બેઠાં પાસપોર્ટ પહોંચાડવાની વ્યવસ્થા અમલમાં મૂકી શકે તો, આ પ્રકારની કોઈ ઝંઝટ સર્જાય જ નહીં, એમ પણ જાણકારો કહે છે.