વોર્ડ નંબર 4:કોંગ્રેસના આનંદભાઈ ગોહિલ સહિતની પેનલને વિજેતા થવા માટે આશિર્વાદ આપતા મતદારો...

આ વિસ્તારમાં લોકોનું જનસમર્થન માત્ર કોંગ્રેસના 4 ઉમેદવારોને જ

વોર્ડ નંબર 4:કોંગ્રેસના આનંદભાઈ ગોહિલ સહિતની પેનલને વિજેતા થવા માટે આશિર્વાદ આપતા મતદારો...

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલીકાની ચુંટણીના મતદાનને આડે ગણતરીની કલાકો બાકી છે,ત્યારે વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ તરફી સંપૂર્ણ માહોલ બની ચૂક્યાનું સુત્રોના હવાલેથી જાણવા મળે છે અને કોંગ્રેસના ચારેય ઉમેદવારોને જે રીતે અંતિમ ઘડીઓના પ્રચાર અને રેલી સભાઓ દરમિયાન જે રીતે જન સમર્થન મળ્યું છે તે જોતા નક્કી વોર્ડ નંબર 4માં પંજાની પકડ મજબુત થઈને રહેશે તેવું લાગે છે, કારણ કે આ વિસ્તાર માટે સદાય દોડતા એવા ચાર ઉમેદવારોની કોંગ્રેસ દ્વારા જે પસંદગી થઇ તેને લોકોએ જાણે વધાવી લીધી હોય તેમ લાગે છે, કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને જે મજબુત પેનલ ઉતારી છે, જેમાં લડવાની તાકાત, કામ કરાવવાની શકિત ધરાવતા ઉમેદવાર, અનુભવી ઉમેદવાર, સેવાભાવી ઉમેદવારોનો એવો સંગમ થયો છે કે, આ વોર્ડમાં પ્રજા રીતસરની કોંગ્રેસની પેનલ પર આફરીન છે અને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મકકમ દેખાઇ રહી છે, વોર્ડ નં. 4માં મુખ્ય હરીફ પક્ષ ભાજપના ઉમેદવારોને પરિણામની ગણતરીઓ ઉંધી ચાલે તેવો માહોલ કોંગીની પેનલને મળી રહેલા સમર્થન બાદ જોવા મળે છે,

કોંગ્રેસે વોર્ડ નં. 4માં લડાયક એવા એડવોકેટ આનંદ નાથાભાઈ ગોહીલ, બી. એ. સુધીનો અભ્યાસ ધરાવતા લડાયક અને લોકોના પ્રશ્ને હંમેશા અવાજ ઉઠાવતા રચનાબેન સંજયભાઇ નંદાણીયા, ફાર્મસીમાં ડીપ્લોમાં કરેલા સુભાષભાઇ બી. ગુજરાતી અને મિડીયમ ઈગ્લીશમાં બીએસસી, જીયોલોજીસ્ટ સુષ્માબા દિવ્યરાજસિંહ જાડેજાની પેનલને ઉતારી છે. આ ચારેચાર નામ અને એમની પાછળ લાગેલી ડીગ્રી પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે માત્ર અનુભવી અને લડાયક જ નહીં પરંતુ સુશીક્ષીત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેનો સ્વભાવીક લાભ વોર્ડ નં. 4ની સમગ્ર પ્રજાને અત્યારસુધી મળતો હતો અને હવે પછી પણ મળશે,

આનંદ નાથાભાઇ ગોહીલના નામથી બધા પરિચીત છે તેઓ એક અનુભવી નગરસેવક તરીકે અને એક સમજુ તથા ધીરગંભીર યુવા રાજકારણી તરીકે જાણીતા છે અને એટલા માટે જ આ એડવોકેટને વોર્ડ નં. 4ની સમગ્ર પ્રજા તરફથી પસંદ કરવામાં આવ્યા છે, પાછલી ટર્મમાં વિપક્ષની છાવણીમાં બેસીને આનંદભાઇ ગોહીલે લોક પ્રશ્નો માટે ચલાવેલી લડત જાણીતી છે, જનરલ બોર્ડમાં લોકો માટે લડવાની વાત હોય કે, રસ્તા પર ઉતરવાની વાત હોય તમામ લોક પ્રશ્નો માટે આનંદ ગોહિલ હંમેશા સજાગ રહી એક જનપ્રતિનિધિની ફરજ બખૂબી નિભાવી છે,

આવું જ આ વિસ્તારનું બીજું જાણીતું નામ એટલે રચનાબેન સંજયભાઇ નંદાણીયા જે પોતાની પહેલી જ ટર્મમાં 'મર્દાની' નગરસેવીકા તરીકે જોવા મળ્યા છે અને એમણે મહાનગરપાલીકાના અધિકારીઓને લોક પ્રશ્નો માટે રજુઆત કરતી વેળાએ રીતસરના ધ્રુજાવ્યા હતા, લડાયક મિજાજ આ નગરસેવીકામાં છે, અને લોકો માટે કઈક કરી છૂટવાની ભાવના તેનામાં છે, ગત ટર્મમાં પક્ષના બેનરને જોયા વગર માત્ર ને માત્ર લોક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એતિહાસીક લડત ચલાવી હતી જેની સાક્ષી સમગ્ર જનતા છે અને પહેલી વખત મહાનગરપાલીકાના ઇતિહાસમાં આખી રાત કમિશ્નરની ચેમ્બર સામે લોક પ્રશ્ન માટે ધરણાં કરવાનો ઇતિહાસ પણ રચનાબેનના નામે લખાયેલો છે.

બીજા ઉમેદવારો સુભાષભાઇ બી. ગુજરાતી જે ડીપ્લોમાં ફાર્મસી સુધીનો અભ્યાસ ધરાવે છે અને એટલા માટે જ કોળી સમાજના આ ઉમેદવારને સમગ્ર સમાજે ખભે ઉંચકી લીધા છે, આ સુશીક્ષીત ઉમેદવારને પોતાના પ્રતિનિધી તરીકે મહાનગરપાલીકામાં મોકલવાનો સંકલ્પ કર્યો છે, આ જ રીતે સુષ્માબા દિવ્યરાજસિંહ જાડેજા જીયોલોજીસ્ટ છે એમનામાં પણ શિક્ષણ વણાયેલું છે અને આ ક્ષત્રીય મહિલા ઉમેદવારને પણ પોતાના વોર્ડની પ્રજા માટે જાણીતો ચહેરો છે, અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સદાય સેવા માટે તત્પર રહે છે.

કોંગ્રેસની ઉપરોકત પેનલને વોર્ડ નં. 4ની કોઈ એક સમાજ જ નહિ પણ સર્વસમાજ જ્ઞાતીઓ તરફથી ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, કોળી સમાજ, રાજપુત સમાજ, દલીત સમાજ, મુસ્લીમ સમાજ, બ્રહ્મસમાજ, ખવાસ સમાજ અને પ્રજાપતી સમાજ તરફથી કોંગ્રેસની આ પેનલને જંગી બહુમતીથી ચુંટી કાઢવા સંકલ્પ કરાયો છે તો આ વોર્ડના વિવિધ સમાજ એટલે કે આહિર, પટેલ, મોચી, સિંધી, દરજી, વાણંદ, સાધુ સમાજ, ગઢવી, ભરવાડ, કડીયા, સતવારા, લોહાણા, સુથાર, સોની અને બાવરી ઉપરાંત ધોબી, હિન્દી ભાષી. રબારી, ખતરી, ભોય, ભણશાળી, મારવાડી, નાગર અને મહેર સમાજ સહિતના તમામ સમાજના લોકોએ કોંગીની પેનલના ઉમેદવારના ડોર ટુ ડોર સંપર્કમાં એવો વચન આપી દીધો છે કે પોતાના વોર્ડના પ્રતિનિધી તરીકે લડાયક રચના નંદાણીયા, અનુભવી આનંદ ગોહીલ અને લોકસેવાની ભેખ ધરાવતા સુભાષ ગુજરાતી તથા સુષ્માબા જાડેજાને જ મહાનગરપાલીકામાં વોર્ડનં. 4ની પ્રજાના પ્રતિનિધી તરીકે મોકલવા છે, આ ચારે ચાર ઉમેદવારો  પોતાના વોર્ડમાં કોઈ વિસ્તાર સુવિધાઓથી વંચિતના રહે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી રહે તે સહિતના પરિવર્તન લાવવા ઇચ્છે છે, કોંગીની પેનલના પ્રચાર કાર્યમાં માજી સાંસદ અને ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી પણ મિટીંગોમાં હાજર જોવા મળી રહયા છે અને પ્રચારકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે,

-ચારેય ઉમેદવારોને પ્રચંડ લોકસમર્થન

ચારેય ઉમેદવારો આનંદભાઈ ગોહિલ, રચનાબેન સંજયભાઇ નંદાણીયા, સુભાષભાઇ બી. ગુજરાતી અને સુષ્માબા દિવ્યરાજસિંહ જાડેજાની પેનલ જયારે જયારે લોકસંપર્કમાં વિશાળ કાર્યકરોના કાફલા સાથે નીકળ્યા ત્યારે લોકોએ તમે 5 વર્ષ અમારી ચિંતા કરી છે હવે અમારો વારો છે તમને જીતાડવાની જવાબદારી અમારી છે તેમ કહી વિજેતા થવાના ચારેય ઉમેદવારોને આશિર્વાદ આપે છે.