કોરોના વાઇરસથી બચવા માંગો છો? તો તમારે રાખવું પડશે આ  વાતોનું ખાસ ધ્યાન

આ રસપ્રદ બાબતો ઉપયોગી બની રહેશે 

કોરોના વાઇરસથી બચવા માંગો છો? તો તમારે રાખવું પડશે આ  વાતોનું ખાસ ધ્યાન
symbolic image

Mysamachar.in-જામનગર

કોરોના વાયરસ દેશના ખૂણે ખૂણે ખુબ જ જાણીતો થઇ ગયો છે. આ વાયરસ એક પ્રકારની જીવલેણ બીમારી થઇ ગઈ છે. જેમાં જેને અન્ય ગંભીર બીમારીઓ છે તેને આ વાયરસ લાગે તો તે જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે, માટે દરેક લોકોએ અમુક ખાસ બાબત ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે, જેથી આ વાયરસથી બચી શકાય. અમે તમને જણાવી દઈએ કે આ વાયરસ ક્યાંથી ફેલાયેલો છે.ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે હવે ભારતમાં પણ છેલ્લા કેટલાય સમયથી ભારે હાહાકાર મચાવી દીધો છે, કોરોના વાયરસની બીમારી હવે લોકોમાં વધતો જ જઈ રહ્યો છે. WHO તરફથી કોરોના વાયરસના જે લક્ષણ બતાવવામાં આવ્યા છે તે સામાન્ય શરદી ઉધરસ સાથે મળતા આવે છે. એવામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞનો દાવો છે કે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખીને આ વાયરસથી બચી શકાય છે.


-કોરોના વાયરસથી બચવા માટે હાઈજીન (સ્વચ્છતા) બનાવી રાખવી ખુબ જ જરૂરી છે. તમારી આસપાસ સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું. ઉધરસ આવે તે દરમિયાન ટીસ્યુ મોં પર રાખવું અને પછી એને કચરાપેટીમાં ફેંકી દેવું. સમય સમય પર સાબુથી હાથ ધોતા રહેવું.


-સારી રીતે હાથ ધોવા માટે સાબુ અથવા સેનિટાઈજરનો ઉપયોગ કરવો. એ પછી હાથોને લગભગ 20 સેકંડ સુધી સારી રીતે ઘસવા. હાથ ધોઈને પછી કોઈ સાફ અને સ્વચ્છ કપડાથી લુછવા અથવા ડ્રાયરથી હાથોને સુકવી લેવા
-ઘરમાંથી બહાર નીકળતા સમયે મોં ને માસ્કથી એકદમ પેક કરી દેવું.

-બજારમાંથી ખરીદવામાં આવેલા કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થોને કાચા ન ખાવા. માંસ અથવા લીલી શાકભાજીને ખાતા પહેલા એને સારી રીતે ઉકાળી લેવા

-ઇન્ફેકશન અથવા અજાણી વ્યક્તિ સાથે વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરવી. કોઈ પણ વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી બચવું છતાં પણ મિલાવી લેવા તો પછી સાબુથી સારી રીતે હાથ ધોવા.

-આંખ, નાક અથવા મો પર વારંવાર હાથ લગાવવાથી  સાવધાની રાખવી. જો એવું કરી પણ રહ્યા હોય તો તરત હાથ મોં સારી રીતે ધોઈ લેવા

-જો તમને શરદી, ઉધરસ, તાવ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોય તો જલ્દીથી જલ્દી ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી

-ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રૂપથી પાલન કરવું