સાની ડેમના ચાલી રહેલ કામ પર કલેકટર મુકેશ પંડ્યાની વિઝીટ, દર 3 માસે પ્રોગેસ રીપોર્ટ આપવાની સુચના અપાઈ 

લોકોના હિતમાં જે થાય તેટલું કરવાનો વહીવટીતંત્રનો પ્રયાસ, લોકો પણ સહકાર આપે:કલેકટર મુકેશ પંડ્યા 

સાની ડેમના ચાલી રહેલ કામ પર કલેકટર મુકેશ પંડ્યાની વિઝીટ, દર 3 માસે પ્રોગેસ રીપોર્ટ આપવાની સુચના અપાઈ 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટરનો ચાર્જ ખુબ જ અનુભવી IAS અધિકારી મુકેશ પંડ્યાએ સંભાળ્યો છે, ત્યારથી તેવો જિલ્લાને લગત તમામ સરકારી કામોમાં ગતિશીલતા આવે તે માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે તેના માટે જરૂરી મીટીંગો, સાઈટ વિઝીટ વગેરે પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે, ગઈકાલે એક જ દિવસમાં જીલ્લા સમાહર્તાએ મીટીંગો અને સાઈટ વિઝીટો કરી જરૂરી સમીક્ષાઓ કરી હતી,વધુમાં તેવો હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બન્ને જિલ્લાઓમાં ફરજ બજાવી ચુક્યા હોય તેવો ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક પ્રશ્નો સહિતની બાબતોથી સુપેરે અવગત છે, એવામાં તેવોએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સૌથી મોટા એવા સાની ડેમની વિઝીટ લીધા બાદ આજે my samachar સાથેની ખાસ વાતચીતમાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડતા એ મહત્વની વાત કહી કે જીલ્લા માટે જેટલું મારા કાર્યકાળમાં સારું થાય તે એકમાત્ર મારો પ્રયાસ છે, અને માટે જ લોકો પણ વહીવટીતંત્રને જો સહકાર આપશે તો અમારી કઈક જીલ્લા માટે સારું કરી છૂટવાની ભાવના સાર્થક થઇ ગણાશે,


સાની ડેમ દ્વારકા જીલ્લાનો પાણીનો સૌથી મોટો ડેમ અને કેટલાય તાલુકાઓને પાણી પૂરું પાડતા સાની ડેમની સાઇટ વિઝીટ ગઈકાલે કલેકટર મુકેશ પંડ્યા દ્વારા સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવી તેવોએ અધિકારીઓ સાથે સ્થળ પર જ ચાલી રહેલ કામગીરી અંગે સમીક્ષા કરી અને કાર્યપાલક ઇજનેર સાથે ચર્ચા કરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કામને વધુ વેગ આપવા સૂચન કર્યું, સાની ડેમ દ્વારકા જીલ્લા માટે મહત્વનો ડેમ અને ખુબ વિશાળ ડેમ છે, અને આ વિસ્તાર માટે જીવાદોરી સમાન  ડેમ છે, અને આમ તો 2 તાલુકા કલ્યાણપુર અને ઓખામંડળને પાણી પૂરું પાડે છે, જેમાં અંદાજે 110 જેટલા ગામોનો સમાવેશ થાય છે, આ ડેમ તેના સ્ટ્રક્ચરને કારણે વારંવાર વિવાદમાં આવતો હતો પણ બાદમાં આ ડેમનું પાયાથી સમગ્રપણે નવીનીકરણનું કામ અંદાજે આઠ માસથી શરુ થયું છે,જે હાલ ચાલી રહ્યું છે,

ત્યારે ગઈકાલે જીલ્લા કલેકટર મુકેશ પંડ્યા આકસ્મિક મુલાકાતે આ સાઈટ પર પહોચ્યા હતા અને તેવોએ જરૂરી સમીક્ષાઓ કરી અને સમયમર્યાદામાં એટલે કે ડીસેમ્બર 2022 સુધીમાં પ્રથમ તબક્કામાં સિવિલ વર્ક અને જે કામ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં મિકેનિકલ વર્ક થશે તેમ જાણવા મળે છે, કલેકટર મુકેશ પંડ્યાએ ગઈકાલે પોતાની વિઝીટ દરમિયાન સાઈટ પર હાજર અધિકારીને સાની ડેમની હાલ ચાલી રહેલ કામગીરી અંગે દર ત્રણ માસે પ્રોગ્રેસ રીપોર્ટ આપવા પણ તાકીદ કરી છે, આમ જીલ્લાના આ મહત્વના પ્રોજેક્ટ પર ખુદ હવે કલેકટર મુકેશ પંડ્યાનું મોનીટરીંગ રહેવાથી કામ યોગ્ય દિશામાં અને રોકાયા વગર થશે અને આવનાર વર્ષોમાં લોકોને આ સાની ડેમ થકી પાણીનો લાભ મળશે તેવું જાણવા મળે છે.