Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામે વસવાટ કરતા વિપુલભાઈ ટપુભાઈ નામના 32 વર્ષીય યુવક ખેતીકામ કરે છે, તેની ઉમર લગ્નલાયક થઇ જતા તેના પરિવારજનો તેના માટે યોગ્ય પાત્રની શોધખોળ કરતા હતા તે દરમિયાન વાયા વાયા તેનો કોન્ટેક્ટ જૂનાગઢમાં રહેતી રાધિકા કોળી સાથે થયો હતો, પણ અચાનકથી આ કહાનીમાં ટ્વીસટ્ આવતા મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે, જામનગર જીલ્લાના જોડિયા પોલીસ મથકે થયેલ પોલીસ ફરિયાદ પર નજર કરવામાં આવે તો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે….
ફરિયાદી વિપુલના કાકાનો દીકરો ધવલ યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યો હતો ત્યારે પોતે જેને પરણીને લાવ્યો છે તે રાધિકા, તેની સાળી સેજલ અને સાસુ મધુબેન લગ્ન કરાવી પૈસા પડાવતા હોવાનો પકડાયા હોવાનો ન્યુઝ નો વિડીયો પણ ધ્યાનમાં આવતા એવું પણ ધ્યાને આવેલ કે રાધિકાના તો અગાઉ દસેક વખત લગ્ન થઇ ચુક્યા છે, અને વિપુલ સાથે લગ્ન કરતી વેળાએ તે કુવારી હોવાનું જણાવેલ હતું અને કટકે કટકે બે લાખની વધુની રકમ પણ પડાવી લીધી હતી, આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ વિપુલ અને તેના પરિવારે રાધિકાની માતા અને અન્ય જેતાભાઇ સાથે વાત કરતા તેણે જણાવેલ કે અમે તમને તમારા પૈસા પરત આપી દેશું અને છુટાછેડાનું લખાણ કરી દેશું…જે બાદ આ રાધિકા આજે ઘરેથી નીકળી જતા વિપુલે જોડિયા પોલીસ મથકમાં રાધિકા કોળી અને તેની માતા મધુબેન કોળી રહે.બંને જુનાગઢ તથા તપાસમાં ખુલે તેની સામે છેતરપીંડી વિશ્વાસઘાત અને કાવતરું સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.