V.I.P તસ્કર ઝડપાયા, પ્લેનમાં આવતા અને 5 સ્ટાર હોટેલમાં રોકાતા 

પોતાની ઉંચી લાઈફસ્ટાઈલના કારણે ચોરીના વાદે ચઢ્યા

V.I.P તસ્કર ઝડપાયા, પ્લેનમાં આવતા અને 5 સ્ટાર હોટેલમાં રોકાતા 

My samachar.in : અમદાવાદ

જયારે તસ્કરો પોલીસને હાથ ઝડપાઈ જાય અને તેની આગવી ઢબે પૂછપરછ શરુ થાય ત્યારે કેટલાય તથ્યો સામે આવે..પણ આવા તથ્યોમાં ક્યારેક એવા રોચક તથ્યો સામે આવે જે આશ્ચર્યમાં મુકનારા પણ હોય...અમદાવાદમાં આવું જ થયું જ્યાં પોલીસે બે તસ્કરોને ઝડપી પાડી તેની વિશેષ પૂછપરછ કરતા આ તસ્કરો કોઈ સામાન્ય તસ્કરો નહિ પરંતુ VIP કેટેગરીના તસ્કરો હોવાનું સામે આવ્યું છે, વાત એવી છે કે અમદાવાદના મણિનગર પોલીસે બે એવા ચોરની ધરપકડ કરી છે, જે ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા પ્લેનમાં આવતા હતા. અમદાવાદમાં 5 સ્ટાર હોટેલમાં રોકાયને  ચોરીને અંજામ આપ્યા બાદ આ ચોર ટોળકી મુદ્દામાલ લઈને ટ્રેન કે કેબ સર્વિસનો ઉપયોગ કરી ફરાર થઇ જતી હતી. હાલ તો પોલીસે આ ગેંગની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા ચોરનું નામ ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ છે. બંને ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી છે.

આ ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા માટે બાય પ્લેન અમદાવાદમાં આવતા અને ત્યાર બાદ અમદાવાદની હાઈફાઈ હોટલમાં રોકાતા હતા. ત્યાર બાદ અમદાવાદના સારા સારા વિસ્તારમાં દિવસે બંધ ઘરમાં ચોરી કરવા માટે રેકી કરવા માટે નીકળી પડતા હતા. આ બંને ચોર મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવા માટે ફરી રહ્યા હતા ત્યારે જ મણિનગર પોલીસ સ્ટેશનના એક ડી સ્ટાફના કોન્સ્ટેબલ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે જ અચાનક આ બંને પર નજર જતા પોલીસ કોન્સ્ટેબલ બંને ચોરને ઓળખી ગયા હતા. કેમ કે આ બંને ચોરોએ ગત જૂન માસમાં જ મણિનગરના ચાણક્ય ફલેટમાં અઢી લાખની મત્તાની ચોરી કરી હતી. જેની સીસીટીવી ફૂટેજમાં આ બંને ચોર દેખાયા હતા અને પોલીસ કોન્સ્ટેબલે બંનેની અટકાયત કરી વધુ તપાસ શરુ કરી હતી.

બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2018માં ભરત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ અને સહીતના રિઝવાન અને શાહનવાઝ નામના ચોરોએ 35 લાખની મત્તાની ચોરી કરી હતી. જે તે સમયે પણ મણિનગર પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા, ત્યારે વધુ એક ચોરી ગત જૂન માસમાં આ ગેંગના બે સાગરીત ભરત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણે અઢી લાખની મત્તાની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પોતાની ઊંચી લાઈફસ્ટાઈલના કારણે ચોરીના રવાડે ચડ્યા હોવાનું કથન તેણે પોલીસ સમક્ષ કર્યું હતું