વિક્રમ માડમે સિંચાઇ માટે પાણી છોડાવ્યું

હાલારના વધુ એક ડેમ માંથી પાણી છોડવાનો નિર્ણય

વિક્રમ માડમે સિંચાઇ માટે પાણી છોડાવ્યું

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

અપૂરતા વરસાદ વચ્ચે પાક બચાવવા ખેડૂતોનો એકમાત્ર આધાર ડેમ પર  આધારિત હોય છે ત્યારે ભાણવડના સઈદેવળિયા ગામના ખેડૂતોનો કાફલો ડેમમાથી પાણી આપવા માટે ધારાસભ્ય વિક્રમ માડમ પાસે રજુઆત કરવા દોડી ગયા હતા અને વિક્રમ માડમના પ્રયાસોથી વેરાડી ડેમમાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા હતા,

ભાણવડ નજીક આવેલ વેરાડી ડેમમાથી સિંચાઇ માટે પાણી છોડવાની આજે મંજૂરી મળતા સઈદેવળીયા સહિત આજુબાજુના વિસ્તારમાં પાક પક્વતા ખેડૂતોના ચહેરા રોનક આવી ગઈ હતી.