my samachar.in:જામનગર
વિધાનસભામાં ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં તાલુકાવાર ખરીફપાક-2021માં ભારે વરસાદથી કેટલા હેક્ટર કૃષિ પાકને નુક્શાન થયેલ છે? તે અન્વયે તા.31/01/2022ની સ્થિતિએ તાલુકાવાર કેટલા હેકટર માટે કેટલા ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી છે? અને તાલુકાવાર કેટલા ખેડૂતોને ઉકત સ્થિતિએ કેટલી રકમની સહાય ચુકવવાનો બાકી છે?તેમના પ્રશ્નોના પ્રત્યેતરમાં સરકારમાં કૃષિ વિભાગનો હવાલો સંભાળતા કૃષિ મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતુ કે જામનગર જિલ્લામાં થયેલ પાક નુકશાનીના કુલ 206,018.04 હેક્ટર છે. જયારે ખરીફ-2021માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SDRF ના ધારાધોરણ મુજબ (33ટકા)થી વધુ પાક નુકશાન થયેલ નથી.
જેમાં જામનગર જિલ્લામાં હેકટર દીઠ સહાય ચૂકવેલ કુલ વિસ્તાર (158,225.66) છે જયારે સહાય ચુકવેલ જામનગર જિલ્લાના ખેડૂતોની કુલ સંખ્યા (98,871) છે અને જામનગર જિલ્લાના ખેડૂતોને કુલ 2 અબજ 5 કરોડ જેટલી રકમ ચૂકવાય છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SDRF ના ધારાધોરણ મુજબ સહાય ચૂકવવાના પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.જામનગર જિલ્લાના બાકી સહાય ચૂકવણી કુલ ખેડૂતોની સંખ્યા (251) છે અને સહાય ચૂકવવાની બાકી રકમ (65,26,000) છે.