વિજય રૂપાણી કહે છે કે...રાજ્યમાં ઓક્સિજનની અછતથી કોઈ મૃત્યુ જ નથી થયા

એક પણ આવો દાખલો ના હોવાનું સીએમ એ જણાવ્યું...

વિજય રૂપાણી કહે છે કે...રાજ્યમાં ઓક્સિજનની અછતથી કોઈ મૃત્યુ જ નથી થયા
symbolic image

Mysamachar.in-જુનાગઢ:

સંસદના રાજ્યસભા ગૃહમાં કેન્દ્ર સરકારે ઓક્સિજનની અછતથી દેશમાં એકપણ મોત નથી થયાંના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે સરકાર પર શાબ્દિક પ્રહાર શરૂ કર્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના આક્ષેપને વખોડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જ આડે હાથ લીધી હતી. રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી. હવે મુખ્યમંત્રીની આ વાતમાં કેટલો દમ અને જામનગર સહીતના કેટલાક જિલ્લાઓમાં ઓક્સીઝ્નની અછત થઇ હતી તે માધ્યમો સહીત સૌ લોકો જાણે છે.