ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિની મુલાકાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

Mysamachar.in-

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને પૂર્વતૈયારીના ભાગરૂપે બેઠક મળી હતી.બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જગત મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારે સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, એસપી નિતેશ પાંડે, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની,  ડી.આર.ડી.એ. નિયામક ભાવેશ ખેર,  પ્રાંત અધિકારી ખંભાળિયા દ્વારકા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.