ગૂગલનું બ્રાઉઝર ક્રોમ વાપરો છો ? તો વાંચી લ્યો...

કેન્દ્ર સરકારે ચેતવણી આપતાં કહ્યું છે કે...

ગૂગલનું બ્રાઉઝર ક્રોમ વાપરો છો ? તો વાંચી લ્યો...
Symbolice image

Mysamachar.in:ગુજરાત

ગૂગલનું ક્રોમ બ્રાઉઝર મોટાભાગના લોકો ઉપયોગમાં લેતાં હોય છે, તેઓએ અપડેટ કરવું પડશે, કારણ કે કેન્દ્ર સરકાર કહે છે કે, હાલનાં બ્રાઉઝરમાં ઘણી બધી ખામીઓ છે. જેને લઈને આપની સાથે સમસ્યા સર્જાઇ શકે છે. આપની માહિતી લીક પણ થઈ શકે છે ! વેબ બ્રાઉઝર ક્રોમમાં ઘણી બધી ખામીઓ અને નબળાઈ ધ્યાનમાં આવી છે. જેને કારણે ડેટા હેકિંગ, ફિશિંગ અને માલવેરની સમસ્યા સર્જાઇ શકે એમ છે. સાયબર એટેકની શકયતાઓ વધી ગઈ છે. તેથી કેન્દ્ર સરકારે તાત્કાલિક બ્રાઉઝર અપડેશનની સલાહ અને ચેતવણી આપી છે.