સતત ઈયરફોન પહેરતા હોવ કે એમાંથી ગીતો સાંભળતા હોવ તો સાવધાન, થઈ શકે છે આ મોટી બીમારી

આમ કરવાનું બંધ કરી દો. આવું કરવાથી કાનમાં ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જાય છે.

સતત ઈયરફોન પહેરતા હોવ કે એમાંથી ગીતો સાંભળતા હોવ તો સાવધાન, થઈ શકે છે આ મોટી બીમારી
symbolic image

Mysamachar.in-ગુજરાત:

આજે દરેકના ગળામાં કે કાનમાં એક ઈયરફોન લટકાયેલું હોય છે. કેટલાક યુવાનો તો સતત એ ઈયરફોનને પહેરી રાખે છે. તો કેટલાક મોર્નિંગ વૉક કરવા નીકળે ત્યારે મોટા હેડફોન પહેરીને કલાકો સુધી ગીત સાંભળતા રહે છે. પણ આનાથી માત્ર કાનને જ નહીં અન્ય ભાગને પણ મોટું નુકસાન થઈ શકે છે. એવું કરતા હોવ તો લાંબા સમય સુધી કાનમાં ઈયરફોન રાખી મૂકવાનું બંધ કરી દેજો. અથવા કલાકો સુધી સાંભળવાનું બંધ કરી દેજો.

સાવધાન રહેવું. આમ કરવાથી બીમારનો શિકાર થઈ શકો છો. પ્રિય ઈયરફોન મિત્ર નહીં પરંતુ કાનનું દુશ્મન છે. એ પહેરવાથી કાન પર માઠી અસર પડે છે. પણ સ્વાસ્થ્યને પણ તે ભોગવવું પડે છે. ફૂલ વોલ્યુમ રાખી ગીતો સાંભળવાથી કાન જ નહીં, પણ હૃદયને પણ નુકસાન થાય છે. બીજી તરફ ફૂલ વોલ્યુંમમાં મોબાઈલની બેટરી પણ ઝડપથી ઘટી જાય છે. જ્યારે ધીમા અવાજે સાંભળવામાં આવે તો સારૂ રહે છે. પણ એનો પણ સમય નક્કી હોવો જોઈએ. Full Vol.અવાજમાં ગીતો સાંભળવાથી હૃદયના ધબકારા ઝડપી બને છે. તે સામાન્ય ગતિ કરતા વધુ ઝડપથી ધબકે છે. જેના કારણે હૃદયને નુકસાન થઈ શકે છે.

ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોને લીધે મગજ પર ખરાબ અસર થાય છે.  તેના લીધે માથાનો દુખાવો થવા લાગે છે અથવા સૂવામાં મુશ્કેલી પડે છે. ઓફીસ અથવા ઘરે ગીતો સાંભળતી વખતે પણ ઈયરફોન્સને એકબીજાને આપો છો.  તો પછી આમ કરવાનું બંધ કરી દો. આવું કરવાથી કાનમાં ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જાય છે. વ્યક્તિના કાનમાં સુન્નતા આવે છે. એક લાંબા સમય બાદ શ્રવણ શક્તિ ઘટી જાય છે. જરૂર પડે ત્યારે ઈયરફોનનો ઉપયોગ કરો.