ચોરીમાં પણ ટેક્નોલૉજીનો ઉપયોગ જાણો કઈ રીતે..?

CCTVમાં થયા હતા કેદ

ચોરીમાં પણ ટેક્નોલૉજીનો ઉપયોગ જાણો કઈ રીતે..?

Mysamachar.in-જામનગર:

ચોરી કરવા માટે આવતા ચોર પણ હવે હાઇટેક બની ચૂક્યાનું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે, સુરતમાં ઝડપાયેલા બે ચોર યુટ્યુબ પર અલગ-અલગ ચોરીની ઘટનાઓને કઈ રીતે અંજામ આપી શકાય તે જોઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યૂટ્યૂબ પર વિડીયો જોઇને ચોરી કરવાનું પ્લાનિંગ બનાવતા આવા ભેજાબાજોનો નુસ્ખો સાંભળીને પોલીસ પણ એક તબક્કે વિચારમાં પડી ચૂકી હતી,

મળતી માહિતી પ્રમાણે બંને ચોર ચોરી કરવા માટે એવી જગ્યા પસંદ કરતાં જ્યાં થોડો વધુ અવાજ હોય, એટલે કે કટર ચાલતી હોય તેનો અવાજ લોકો સુધી ના પહોંચે. સુરતમાં રહેતા જગદીશ ગોહેલ અને ભાવેશ ગલસાણીયા નામનાં બંને શખ્સ મજૂરી કામ કરતા હતા, પરંતુ તેઓ મજૂરી કામ ફક્ત ને ફક્ત ચોરીની ઘટનાને અંજામ આપવા માટે માહિતી મેળવવા માટે જ કરતા હતા. સુરત ખાતે હીરાનાં કારખાનાને બંને શખ્સો ટાર્ગેટ કરતા અને પોતે નક્કી કરેલા પ્લાન મુજબ ચોરીની ઘટનાને અંજામ આપતા.


 
થોડા દિવસ પૂર્વે સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરા કારખાનામાં આ બન્ને શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું પણ સામે આવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજનાં આધારે આ બંને શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં આ શખ્સો સુરતમાંથી જ ઝડપાઇ ચૂક્યા હતા. બન્ને શખ્સો આ પૂર્વે પણ ચોરીનાં ૪ જેટલા ગુન્હામાં ઝડપાઇ ચૂકયાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.