લોકડાઉન દરમિયાન ડ્રોનનો ઉપયોગ પોલીસને ફળ્યો...

ડ્રોનના માધ્યમથી 13 હજારથી વધુ ગુન્હા થયા દાખલ

લોકડાઉન દરમિયાન ડ્રોનનો ઉપયોગ પોલીસને ફળ્યો...

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર સહિતની દુકાનો સહિતની જગ્યાઓ છૂટછાટ આપવામાં આવી છે. અને તમામ જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેના પર પોલીસ નજર રાખી રહી છે. જાહેર સ્થાનો પર અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે પોલીસ કામ કરી રહી છે. જે સમયગાળામાં છૂટછાટ આપેલ છે તેનું પાલન કરવું. રાજ્યમાં તમામ સ્થળે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃતિઓને છૂટછાટ આપવામાં આવેલ છે. અને ખેતી માટેની પ્રવૃતિ કરતાં લોકોને પોલીસ પકડશે નહીં. અને વેચાણ માટે પણ છૂટછાટ આપવામાં આવી છે. તથા જે વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને છૂટછાટ આપવામાં આવી છે તે વિસ્તારમાં કામ કરતાં લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં.

તેવોએ લોકોને અપીલ કરી કે છૂટછાટનો દૂરઉપયોગ ન કરો. રાજ્યમાં ડિટેઈન કરેલ વાહનોમાંથી અત્યારસુધી કુલ 2 લાખ 47 હજારથી પણ વધારે વાહનો મુક્ત કરવામાં આવેલ છે. અને સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે કુલ 726 ગુનામાં 1004 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા ડ્રોનથી કુલ 13,૦૦૦ થી વધુ ગુન્હાઓ દાખલ કરી 23 હજારથી વધારે લોકોની ધરપકડ કરી છે. સીસીટીવીના આધારે કુલ 3504 ગુના નોંધી 4650 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા મામલે કુલ 771 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે. અને કુલ 810 ગુનાઓમાં 1666 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો ખાસ પ્રકારના વાહનો ઉપયોગથી કુલ 7388 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.