હાલારમા બેટી બચાવના સુરસુરીયા

સેક્સ રેશીયોમા નજીવો સુધારો

હાલારમા બેટી બચાવના સુરસુરીયા
Symbolic Image

Mysamachar.in-જામનગર:

વર્ષોથી સેક્સ રેશિયો જાળવવા અને સુધારવા સરકાર જહેમત કરે છે, પરંતુ છેલ્લા વર્ષોમા માત્ર નજીવો સુધારો જ થયો છે, અને આરોગ્ય સહિત લગત વિભાગોને ખાસ કંઇ સફળતા મળી નથી કેમ કે દર હજાર દીકરાએ ૯૦૨ બાળકીઓનુ પ્રમાણ હતુ તે નજીવુ વધીને ૯૦૪ થયુ છે...જોકે આ નજીવા સુધારાના  આકડા જનરલ રેશીયો દર્શાવે છે જે ચોક્સાઇથી અને વાસ્તવિકતાથી દૂર હોઇ શકે છે તેવુ આરોગ્ય વિભાગના જવાબદારોએ સ્વીકાર્યુ છે, એક તો જન્મ સમયે સેક્સ રેશીયો નોંધવામા આવે છે તે મુજબ દર હજારે ૯૨૪ દીકરીઓ નોંધાય છે પરંતુ આગળ જતા આ રેશીયો ૯૦૪ થાય છે જે દર્શાવે છે ઝીરોથી પાંચ વર્ષ સુધીમા બાળકીઓના મોત થાય છે જે ખુબ ગંભીર બાબત છે.

આ બાબતે કાળજી સારવાર પોષણ દરેક બાબતે લોકોને  જાગૃત કરવા તેમજ આરોગ્ય અને આનુસાંગીક સઘન  સેવા સુવિધાઓ પુરી પાડવાની તાતી જરૂર છે નહી તો વધુ ચિંતાજનક સ્થિતિ બની શકે છે કેમકે સમાજમા ક્યાંક-ક્યાક દીકરી જન્મના વધામણા બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાઓ સહિત દીકરી સન્માન અને દીકરો દીકરી એક સમાન ના સુત્રોના પાલન થાય છે પરંતુ તેવા સ્થાન કે કિસ્સા મર્યાદીત છે

-કેન્દ્ર સરકારનો સર્વે વધુ ચિંતાજનક

જનરલ રેશીયો માટે આરોગ્ય તંત્ર મોનીટરીંગ કરતુ હોય છે પરંતુ કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારોમા થઇ રહેલા સઘન સર્વેમા જેને સેમ્પલ રજીસ્ટ્રેશન કહેવાય છે તે મુજબ રેશીયો જામનગરનો ૮૬૮ છે અને ગુજરાતનો ૮૭૮ છે જે વધુ ચિંતાજનક સ્થિતિ છે.