42 વર્ષ સુધી લગ્ન ના થયા, આ રીતે લુંટેરી દુલ્હન સહિતની ગેંગમાં ફસાઈ અને લાખો ગુમાવ્યા

જુનાગઢ જીલ્લાની છે ઘટના

42 વર્ષ સુધી લગ્ન ના થયા, આ રીતે લુંટેરી દુલ્હન સહિતની ગેંગમાં ફસાઈ અને લાખો ગુમાવ્યા
symbolic image

Mysamachar.in-જુનાગઢ

આજના સમયમાં કોઈ ને કોઈ કારણોસર યુવક કે યુવતીઓના ઉમર એક હદથી વટી જાય ત્યાં સુધી ગોઠવાઈ ના જાય એટલે યુવકો લુંટેરી દુલ્હન સહિતની ગેન્ગના સકંજામાં ફસાયા હોવાના અનેક કિસ્સાઓ છે, આવો જ વધુ એક કિસ્સો જુનાગઢ જીલ્લ્લામાં સામે આવ્યો જ્યા વંથલી તાલુકાના નાવડા ગામના યુવાનને લગ્નની લાલચ આપી લુટેરી દુલ્હન સહિતની ગેંગ 2,00,000નો કરી ગઈ હોવાનો મામલો પોલીસ સુધી પહોચ્યો છે,

નાવડા ગામે રહેતા પ્રકાશભાઇ ભાલોડીયાની ઉંમર 42 વર્ષની છે અને લગ્ન થયા ન હતા. દરમિયાન આ અંગે સતિષ હિંગરાજીયાએ એક દલાલ જતીન વાળા સાથે ઓળખાણ કરાવી હતી.બાદમાં તેમણે 20 છોકરીના ફોટા મોકલાવ્યા હતા જેમાંથી 1 છોકરી સોનલ પસંદ કરી હતી. બાદમાં જતીનભાઇએ લગ્ન માટે 2.75 લાખ માંગ્યા અને 2.50 લાખમાં વાત નક્કી થઇ. પછી જૂનાગઢમાં વકીલની ઓફિસમાં લખાણનું નક્કી થયું જેમાં દલાલે પુરતા ડોક્યુમેન્ટ ન હોય 15થી 20 દિવસમાં ડોક્યુમેન્ટ પહોંચાડી દઇશું તેમ કહ્યું હતું જેથી 2,00,000 રોકડા આપ્યા અને બાકીના 50,000 કાયદેસરના લગ્ન થાય ત્યારે આપવાનું નક્કી કર્યું હતું અને પરસ્પર સમજુતિથી સાથે રહેવા અંગેનો સંમતિ પત્રક તૈયાર કર્યો હતો.

બાદમાં સોનલને લઇ નાવડા આવ્યા હતા. દરમિયાન 9 ઓગસ્ટના સોનલ સાથે કેશોદ ગયા હતા જ્યાંથી સોનલ માટે ડ્રેસ લીધો હતો. દરમિયાન સોનલે કહ્યું કે, તમે દાઢી કરાવી લ્યો હું કટલેરી લઇને આવું છું તેમ કહી ફરાર થઇ ગઇ હતી. આ છેતરપિંડીમાં દલાલ જતીનભાઇ વાળા (અમરેલી), મુકેશ વાવેડીયા અને સોનલ વાવેડીયા, મુકેશ વાવેડીયાની પત્નિ, મુકેશ વાવેડીયાનો મિત્ર લાલો અને મુકેશ વાવેડીયાના કાકા સામે છેતરપિંડીની ફરિયાદ વંથલી પોલીસમાં નોંધાઇ છે.