જાણીતા ન્યુઝપેપરના બ્યુરોચીફ પર અજાણ્યા શખ્સોનો હુમલો 

ડીકેવી સર્કલ નજીકની ઘટના 

જાણીતા  ન્યુઝપેપરના બ્યુરોચીફ પર અજાણ્યા શખ્સોનો હુમલો 

Mysamachar.in-જામનગર:

જામનગરમાં આજે  પત્રકાર પર હુમલાની ઘટના સામે આવી છે, જામનગર દિવ્યભાસ્કર અખબારના બ્યુરોચીફ તરીકે ફરજ બજાવતા સમીર ગડકરી પોતાના નિત્યક્રમ મુજબ જી.જી.હોસ્પિટલ થી ડીકેવી કોલેજના રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ સમીર ગડકરી પર મૂઠ સહિતના હથિયાર વડે હુમલો કરતા સમીર ગડકરીને માથામાં ઈજાઓ પહોચતા સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, તો બનાવને પગલે મોટી સંખ્યામાં પત્રકારો પણ હોસ્પિટલ ખાતે આવી પહોચ્યા હતા તો  પોલીસે આ મામલે સીસીટીવી સહિતના આધારે તપાસ શરુ કરી છે.