તીર્થક્ષેત્ર દ્વારકામાં વેપારી અગ્રણીઓની અનોખી પહેલ...

અન્ય લોકોએ પણ લેવા જેવી પ્રેરણા

તીર્થક્ષેત્ર દ્વારકામાં વેપારી અગ્રણીઓની અનોખી પહેલ...

Mysamachar.in-દેવભૂમિદ્વારકા:

દેવભૂમિદ્વારકા જિલ્લાની તીર્થનગરી દ્વારકામાં આજથી છ હજાર રેશનીંગ કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્ય શાકભાજીનું વિતરણ કરવાનુ નક્કી કરી  દ્વારકાના સેવાભાવિ વેપારી મિત્રો દ્વારા સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે, સમગ્ર દેશ કોરોનાનો સામનો કરીને લોક ડાઉન હેઠળ છે ત્યારે આવા કપરા સમયમાં દ્વારકા શહેરના ત્રણ વેપારી બંધુઓ અને સમાજ સેવક નિર્મલભાઈસામાણી, ચંદુભાઈ બારાઈ તથા દિનેશ પાબારી દ્વારા શહેરના છ હજાર રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્ય ડુંગળી-બટેકાનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યુ છે,

વર્તમાનમાં રાજય સરકાર દ્વારા કોરોનાના વાઈરસના કારણે રાજયના નાગરિકોને વિનામૂલ્ય અનાજ વિતરણની વ્યવસ્થાની જાહેરાત પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી છે ત્યારે સરકારના ઉમદા વિચારને ધ્યાનમાં રાખીને દ્વારકાના આ વેપારી સમાજ સેવકોએ પણ દરેક રેશનીંગની દુકાનેથી ડુંગળી બટેકાનું વિનામૂલ્ય વિતરણ કરવાની યોજના અમલમાં મુકી છે જેની સર્વત્ર આવકાર સાથે પ્રશંસા થઈ રહી છે, વિતરણની આ વ્યવસ્થા એપ્રિલ માસમાં જયાં સુધી કાર્ડધારક તમામ નાગરીકો મેળવી. ન ત્યે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે અને વિતરણ કરવા માટે કાર્યકરોની ટીમ પણ બનાવવામાં આવી છે, તથા કીટ સ્વરૂપે પેકીંગ કરીને સુંદર આયોજન સાથે નાગરીકોને વિતરણ કરવામાં આવી રહયુ છે તેમ સમગ્ર અહેવાલ મેળવતા જોવા મળે છે,

-દ્વારકાના વેપારી મિત્રોના સેવાયજ્ઞને રાજયની અન્ય સંસ્થાઓ પણ અનુસરે, મંત્રી જાડેજા

દ્વારકા ખાતે કોરોનાના કપરા સમયે વેપારી બંધુઓ નિર્મલભાઈસામાણી, ચંદુભાઈ બારાઈ અને દિનેશ પાબારી દ્વારા જરૂરીયાતમંદોને વ્યાજબી ભાવની દુકાનેથી ડુંગળી, બટેકાના આજથી શરૂ થયેલાં વિનામૂલ્ય વિતરણના સેવાયજ્ઞને બિરદાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ  જાડેજાએ જણાવ્યું છે કે દ્વારકામાં શરૂ થયેલ આ સેવાયજ્ઞને રાજયની અન્ય પાલીકાના અને શહેરો તથા ગ્રામ્યકક્ષાની પણ સેવાયજ્ઞ કરતી સંસ્થાઓ અનુસરે તેવી અપીલ આ તકે સ્તુત્ય ગણાશે.