ટાટાની ભેટ બેરોજગારી અને પ્રદુષણ.?

બંઝર બનતો ઓખામંડળ પંથક

ટાટાની ભેટ બેરોજગારી અને પ્રદુષણ.?
file image

Mysamachar.in-દેવભૂમિ દવારકા:

સાત દાયકાથી વધુ જુની મીઠાપુરની ટાટા કેમીકલ થી ઓખા મંડળ પંથકમા તેજી હતી, સ્થાનિકો ને નોકરી  લગત ધંધા ઉદ્યોગ સહિત ખુબ ધમધમતા હતા હવે કંપની પોતે જ સંકોચાવા લાગતા રોજગારી નોંધપાત્ર આપતી નથી, ઉલટુ લોકોને છુટા કરે છે તેમજ લગત ધંધા ચાલતા નથી અને માત્ર બેરોજગારી તથા પ્રદુષણની હાલ ભેંટ અપાય છે, અને અગાઉ આ પંથક ટાટા પર નભતુ અને  ઝાકમજોળ હતી..તે ખલાસ થઇ ઉપરથી  એકાદ બે માથાની કબજો કરવાની અનિતિનુ પરિણામ પણ મળ્યુ છે તેમ આ પંથકમા ચર્ચાઓ છે, દ્વારકા તાલુકામાં વર્ષોથી ટાટા કંપની કાર્યરત છે. પરંતુ કંપનીની હાલની સ્થિતિ મુજબ મોટાભાગના કર્મચારીઓની નિમણુંક બહારના વિસ્તારોમાંથી કરવામાં આવેલ છે. પરિણામે સ્થાનીક એજ્યુકેટેડ ઉમેદવારો ઘર આંગણે રોજગારીથી વંચિત રહ્યા છે. કંપનીના પ્રદુષણથી ઓખામંડળ તાલુકો પ્રદુષણયુકત થઇ રહેલ છે, અને બીજી તરફ સ્થાનીકોને નોકરી નહીં મળવાથી બેવડું નુકશાન ઓખામંડળ તાલુકાના પ્રજાજનો ભોગવી રહેલ છે. ઓખામંડળની હાલની રોજગારીની પરિસ્થિતિ તથા અન્ય પ્રજાલક્ષી પ્રશ્ર્નોના નિરાકરણ માટે કંપની પુરતુ ઘ્યાન આપે તે અત્યંત જરૂરી છે.  રોજગાર ઉપરાંત પર્યાવરણ જનસુવિધાઓ માટે કંપનીએ વધુ જહેમત કરવા જેવી સ્થિતિ હોય તેમ લાગે છે.