સાસરિયાઓનો અસહ્ય ત્રાસ, ગર્ભ પરીક્ષણ કરાવવાનું દબાણ પરિણીતાથી સહન ન થતા...

મોટી ખાવડીના સાસરિયાઓ સામે નોંધાઈ ફરિયાદ 

સાસરિયાઓનો અસહ્ય ત્રાસ, ગર્ભ પરીક્ષણ કરાવવાનું દબાણ પરિણીતાથી સહન ન થતા...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના મોટી ખાવડી ગામે સાસરિયાઓનો પરિણીતા પર અસહ્ય ત્રાસ અને ગર્ભ પરીક્ષણ કરવવાના દબાણથી કંટાળી જઈને આખરે પરિણીતાથી સહન ન થતા ગળેફાંસો ખાઈ જિંદગી ટુકાવી લીધાના બનાવમાં મૃતકના પિતા દ્વારા સાસરિયાઓ સામે પોતાની પુત્રીને આપઘાતના દુષ્પ્રેરણા આપ્યા સબબની ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકમાં નોંધાઈ છે, 

જેની વિગતે નજર કરવામાં આવે તો ખંભાળિયા ખાતે રહેતા અભેસંગ ઘેલુભા જાડેજાની પુત્રી કાજ્લબાના લગ્ન મોટી ખાવડી ખાતે રહેતા સિદ્ધરાજસિંહ સુરુભા વાળા સાથે થયા હતા જે બાદ લગ્ન જીવન દરમિયાન સાસરિયા પક્ષના પતિ સિદ્ધરાજસિંહ સુરુભા વાળા, સાસુ ધ્રુપતબા સુરુભા વાળા, સસરા સુરુભા વાળા દેર મયુરસીહ સુરુભા વાળા ઘરકામની નાની-નાની બાબતે બોલાચાલી કરી તુ અમને ગમતી નથી તેમ કહી શારીરિક-માનસીક ત્રાસ આપતા હતા તેમજ મરણ જનાર કાજલબાને ચાર માસનો ગર્ભ હોય તેણીને ગર્ભ પરીક્ષણ કરાવવાનું દબાણ કરતા હોય જે મરણજનાર ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતી ન હોય અને ઉપરોકત ચારેય જણાઓના શારીરિક-માનસીક ત્રાસ મરણ જનારથી સહન નહી થતા આરોપીઓએ તેને મરી જવા માટે મજબુર કરતા પોતાના ઘરે પંખામાં ચુદડી વડે ગળેફાંસો ખાઇ મરણ ગયેલની ફરિયાદ મૃતકના પિતા દ્વારા મેઘપર પડાણા પોલીસમથકમાં નોંધાવવામાં આવતા પી.એસ.આઈ.કે.આર.સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.